એચએસસીનું કેમિસ્ટ્રી-પેપર લીક કર્યું; કોચિંગ-ક્લાસના માલિકની ધરપકડ

મુંબઈઃ 12મા ધોરણ (એચએસસી)ના રસાયણશાસ્ત્ર વિષયનું પેપર લીક કરવા બદલ મુંબઈ પોલીસે એક ખાનગી કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે મુકેશ ધનસિંહ મલાડ ઉપનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવે છે. એમણે કેમિસ્ટ્રીનું પેપર વોટ્સએપ પર લીક કર્યું હતું.

મામલામાં તપાસ ચાલુ છે. ધનસિંહે કેમિસ્ટ્રીની પરીક્ષા શરૂ થવાના અમુક કલાકો અગાઉ વોટ્સએપ પર પેપર લીક કર્યું હતું. એ તરત જ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર વાઈરલ થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]