અંબાણીને ધમકી આપનારો 20-ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ દક્ષિણ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા એમના પરિવારની હત્યા કરવાની ધમકી આપનારને ગઈ કાલે બપોરે પકડ્યા બાદ એક સ્થાનિક કોર્ટે એને 20 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આરોપી 56 વર્ષનો એક જ્વેલર છે. પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્થિર છે. પોલીસ વધારે તપાસ કરી રહી છે.