શૈક્ષણિક સંસ્થા કે.ઈ.એસ., અટલ ઇન્ક્યુબેશન સેન્ટર-રામભાઉ મ્હાલગી પ્રબોધિની વચ્ચે કરાર

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં તાજેતરમાં સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ (CIIE) વિભાગે એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું. ‘અટલ ઇન્ક્યુબેશન સેન્ટર – રામભાઉ મ્હાલગી પ્રબોધિની સંલગ્ન’ આ સેમિનારમાં ‘My Story…’ શીર્ષક હેઠળ વ્યાવસાયિકોની સંઘર્ષ ગાથા રજૂ થઇ હતી.

અટલ ઇન્ક્યુબેશન સેન્ટર- રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના CEO ઉદય વાંકાવાલા પ્રમુખઅતિથિ તરીકે પધાર્યા હતા. એમની ઉપસ્થિતિએ પ્રેરણા સીંચી હતી. વાંકાવાલાએ મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કરી સફળ બનવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યું હતું. અવની વિમેન્સ વેલનેસ બ્રાન્ડના સહ-સંસ્થાપક અપૂર્વ અગ્રવાલ તથા જવાહર ટુરિઝમના સંસ્થાપક અને સંચાલક વૈભવ ધોલપે પોતાની સફળતાની વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી રજનીકાંત ઘેલાણી સમક્ષ કોલેજના પ્રિન્સીપાલ ડો. લીલી ભૂષણ તથા ઉદય વાંકાવાલા વચ્ચે ખાસ MOU કરાર થયા હતા.

વાંકાવાલાએ પોતાના વક્તવ્યમાં આ કરાર વિશે માહિતી આપી કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર શ્રી રામ ભાઉ મહાલગી પ્રબોધિની ફાઉન્ડેશન એ AIM, NITI આયોગ, ગવર્નમેંટ ઓફ ઇન્ડિયાની સહયોગી સંસ્થા છે. તેથી આ કરારથી કે.ઈ.એસ. સંસ્થાના કેમ્પસમાં એક કાયમી અને મજબૂત  વ્યવસાયિક પરિતંત્ર ઘડી શકાશે. આ કરારનો મુખ્ય હેતુ જ વિદ્યાર્થીઓમાં નવા વિચારો અને ઉદ્યમશીલતા વિકસે અને આર્થિક રૂપે તેઓ સ્વાવલંબી બને તે છે. માત્ર શિક્ષકો જ નહીં પરંતુ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તેમાં હિસ્સો બની શકે અને તેઓ સહુ આત્મનિર્ભર ભારતનો હિસ્સો પણ બને.

કે.ઈ.એસ.નાં વિદ્યાર્થીઓ  કાવ્ય, જૈન, મોક્ષા અને આસ્થાએ પેજાઉ કંપની શરૂ કરી. તેમજ સોહમ સાવંતે ‘સન સોલાર’ કંપની શરૂ કરી. તે અંગે એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.