બીએસઈ, એમએસીસીઆઈએ વચ્ચે એસએમઈના લિસ્ટિંગ સંબંધિત કરાર

મુંબઈ તા. 27 જૂન, 2022: બીએસઈ અને મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચર (એમએસીસીઆઈએ) વચ્ચે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે, જે હેઠળ મહારાષ્ટ્ર ભરમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગના લાભ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે અને લિસ્ટિંગ પ્રાપ્ત કરવા માટેની તાલીમ એમએસીસીઆઈએના અધિકારીઓને બીએસઈ દ્વારા પૂરી પાડશે.

બીએસઈ આ ભાગીદારી હેઠળ એમએસીસીઆઈએને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવા માટે સહાય કરવા માનવબળ અને કોશલ પૂરું પાડશે. બીએસઈ મુખ્ય વ્યક્તિની નિમણૂક કરશે જે મહારાષ્ટ્ર માટેના સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટની ગરજ સારશે. આ મુખ્ય વ્યક્તિ લિસ્ટિંગ કે રજિસ્ટ્રેશનના પ્રારંભથી લઈને અંત સુધીનાં સોલ્યુશન્સ પૂરાં પાડશે.

એમએસીસીઆઈએ મહારાષ્ટ્રનું ટોચનું એસોસિયેશન હોવાથી તેના સભ્યોમાં સૌથી અધિક એમએસએમઈઝ છે અને દેશની સ્વતંત્રતા પૂર્વેથી એમએસએમઈ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય છે.

આ સમજૂતી કરાર અંગે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપના વડા અજય ઠાકુરે કહ્યું કે આ અમે એક્સચેન્જમાં ઈક્વિટી લિસ્ટિંગના લાભ અંગેની જાગૃતિ લાવવાના અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એમએસીસીઆઈએની સહાય દ્વારા અમે મહારાષ્ટ્રનાં વધુ એસએમઈઝ સુધી પહોંચી શકીશું અને તેમને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થવા મનાવી શકીશું.

એમએસીસીઆઈના પ્રમુખ લલિત ગાંધીએ કહ્યું કે અમારું વિઝન આગામી વર્ષોમાં વધુમાં વધુ સ્ટાર્ટઅપ અને એસએમઈ લિસ્ટિંગ પ્રાપ્ત કરે એ છે. વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના ટેકામાં એસએમઈ માટે સુદઢ માહોલ સર્જવામાં લિસ્ટિંગ સહાય કરશે.