મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પોતે અંગત અનુભવના આધારે કહી શકે છે કે પાકિસ્તાનમાં, સત્તા પર રહેલા અમુક જણને બાદ કરતાં, એ દેશની બહુમતી સામાન્ય જનતા શાંતિ ઈચ્છે છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પવારે કહ્યું કે, પાકિસ્તાનમાં અમુક લોકો એવા જરૂર છે, જેમને રાજકારણ રમવું છે અને લશ્કરની મદદથી સત્તા પર અંકુશ જાળવી રાખવો છે. માત્ર એવા લોકો જ ભારત સાથે ઘર્ષણ અને નફરતની તરફેણ કરે છે. બાકી, બહુમતી જનતા શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય એમ ઈચ્છે છે.