કોરોનાની ચોથી લહેરની સંભાવના નથીઃ મહારાષ્ટ્ર આરોગ્યપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રાજ્યમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર ફેલાય એવી શક્યતાને નકારી કાઢી છે. એમણે કહ્યું છે કે હાલની પરિસ્થિતિને જોતાં કોરોનાની ચોથી લહેરના ફેલાવાની સંભાવના જણાતી નથી.

પત્રકારો સાથેની વાતચીતમાં ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના દરરોજ નવા 200-250 કેસ નોંધાય છે અને આ સંખ્યામાં ખાસ વધારો થતો નથી. રાજ્યમાં કોવિડ-19 રીકવરી દર ઘણો સારો છે અને રસીકરણના પરિણામ પણ બહુ સરસ મળ્યા છે. તેથી હાલની પરિસ્થિતિને જોતાં મને તો લાગતું નથી કે રાજ્યમાં ચોથી લહેર આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]