ગૂગલ ક્લાઉડ સાથે ઈશાન ટેક્નોલોજિસની ભાગીદારી

મુંબઈ, 10 મે 2023: અગ્રગણ્ય ICT ગ્રુપ, ઇશાન ટેક્નોલોજિસે અધિકૃત સેવા પ્રદાતા તરીકે ગૂગલ ક્લાઉડ (Google Cloud) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ્ય ક્લાઉડને અપનાવવાનો અને ભારતીય વ્યવસાયોની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવાનો છે. ઈશાન ગૂગલ ક્લાઉડના પાર્ટનર ઈન્ટરકનેક્ટ મારફત ગ્રાહકોને સુરક્ષિત, ઓછા ખર્ચે અને વિશ્વસનીય રીતે સમગ્ર ભારતમાં ગૂગલ ક્લાઉડ સાથે કનેક્ટ કરાવી શકે છે. આ સેવાઓ વપરાશકર્તાઓને કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક સેવાઓની ઍક્સેસ આપીને તેમના માટે વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રદર્શનમાં સુધારો કરશે.

વ્યવસાયોને તેના ફાયદાઓનો અનુભવ થઇ રહ્યો છે તે ધ્યાનમાં લેતા, વધુ સંખ્યામાં સંસ્થાઓ હવે કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ સેવાઓ પર આધાર રાખી રહી છે. ઇશાન ટેક્નોલોજિસના ચેરમેન અને એમડી, પિંકેશ કોટેચાએ આ ભાગીદારી અંગે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમને એ જણાવતા આનંદ થાય છે કે ઇશાન ટેક્નોલોજિસને 99.99% ઉપલબ્ધતા ટોપોલોજીને સમર્થન આપવા માટે ગૂગલ ક્લાઉડઇન્ટરકનેક્ટ માટે ભાગીદાર અધિકાર પત્ર પ્રાપ્ત થયો છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધેલી નિર્ભરતાને કારણે વ્યવસાયોને ક્લાઉડના સંચાલન અને ઇષ્ટતમ ઉપયોગ કરવાની જરૂર છે.