મુંબઈ-થાણે માટે હવામાન વિભાગ દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગડ, પાલઘર, નાશિક, પુણે, સતારા અને રત્નાગિરી જિલ્લાઓ માટે વરસાદ અંગે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કર્યું છે.

વિભાગે આગાહી કરી છે કે 9 સપ્ટેમ્બર સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે વરસાદની તીવ્રતા વધી શકે છે.