ગણેશોત્સવ ઉજવણીઃ 13 પૂલ સરઘસ માટે જોખમી

મુંબઈઃ દસ દિવસના ગણેશોત્સવની ઉજવણી 31 ઓગસ્ટના બુધવારથી મુંબઈમાં શરૂ થશે. ગણપતિબાપાને વધાવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે અને મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર પણ ઉત્સવ સુરક્ષિત રીતે પાર પડે એ માટે સજ્જ બન્યું છે. પરંતુ, પાલિકાએ જાહેરાત કરી છે કે શહેરમાં 13 પૂલ એવા છે જે ગણપતિના સરઘસ લઈ જવા માટે જોખમી છે. આ પૂલને તોડીને ફરી બાંધવા માટે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તેથી ગણેશ ચતુર્થી તથા ગણેશ વિસર્જનના દિવસોએ આ પૂલ પરથી પસાર થતી વખતે અત્યંત કાળજી રાખવાની પાલિકા તંત્રએ નાગરિકોને વિનંતી કરી છે અને પોલીસતંત્રના આદેશ, વ્યવસ્થા નિયમનોનું પાલન કરવાની પણ વિનંતી કરી છે.

(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)

આ 13 પૂલ છેઃ

  • ઘાટકોપર રેલવે ઓવરબ્રિજ
  • કરી રોડ બ્રિજ
  • ચિંચપોકલી બ્રિજ
  • ભાયખલા રેલવે ઓવરબ્રિજ
  • મરીન લાઈન્સ રેલવે ઓવરબ્રિજ
  • સેંડહર્સ્ટ રોડ બ્રિજ
  • ફ્રેન્ચ બ્રિજ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે)
  • કેનેડી બ્રિજ
  • ફોકલેન્ડ રોડ બ્રિજ (ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે)
  • બેલાસીસ બ્રિજ (મુંબઈ સેન્ટ્રલ)
  • મહાલક્ષ્મી બ્રિજ
  • કરોલ બ્રિજ (પ્રભાદેવી)
  • તિલક બ્રિજ (દાદર)