મુંબઈ – મોબાઈલ ફોન વડે સેલ્ફી લેવાના મોહમાં આજ સુધીમાં અનેક લોકો પોતાના જીવ સાથે ખેલ કરી ચૂક્યા છે. એમાંના ઘણા લોકોએ જાન ગુમાવ્યા છે તો ઘણા ઈજાગ્રસ્ત થયા છે.
આવો જ એક ખેલ કરતી વખતે એક તરુણે એક બહુમાળી ઈમારત પરથી પડી જવાથી એનો જીવ ગુમાવ્યો છે.
મુંબઈ પોલીસે એક ઘટનાનો એક વિડિયો એના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને લખ્યું છે કે ‘આવું બેજવાબદાર સાહસ કરશો નહીં.’
મુંબઈ પોલીસે ટ્વીટ કરેલા આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક તરુણ એક ઊંચી બિલ્ડિંગની અગાસીની પાળ પર ઊભો છે. ત્યાં ઊભો રહીને એ સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. સેલ્ફી લેવાના મોહમાં એ સંતુલન ગુમાવી બેસે છે અને ઈમારતની ટોચ પરથી નીચે પડે છે.
આ વિડિયો કયા સ્થળનો છે એ હજી જાણી શકાયું નથી, પણ મુંબઈ પોલીસે વિડિયો ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે ‘સાહસ ખેડીને સેલ્ફી લેવાનો આ કોઈ પ્રયાસ હતો? કે એક વધુ બેજવાબદાર સાહસ હતું? એ જે કંઈ પણ હોય, પણ ચોક્કસપણે જોખમ લેવા માટે લાયક નહોતું.’
httpss://twitter.com/MumbaiPolice/status/1123808450365022208