મહારાષ્ટ્રમાં ડેલ્ટા-પ્લસના કેસ વધીને 76: મરણાંક પાંચ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા વધીને 76 થઈ છે. આ ખતરનાક વેરિઅન્ટને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિનું મરણ થયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના આ 76 દર્દીઓમાં 13 જળગાંવમાં, 15 રત્નાગિરીમાં, 11 મુંબઈમાં, 7 કોલ્હાપુરમાં, થાણે તથા પુણેમાં 6-6, પાલઘર અને રાયગડમાં 3-3, નાંદેડ, ગોંદિયા અને સિંધુદુર્ગમાં બે-બે તથા ચંદ્રપુર, આકોલા, સાંગલી, નંદુરબાર, ઔરંગાબાદ અને બીડમાં એક-એક જણનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા પાંચ જણમાં ત્રણ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. બે મૃતક રત્નાગિરીના તથા બીડ, મુંબઈ અને રાયગડમાં એક-એક જણ મૃત્યુ પામ્યા છે.