મુંબઈઃ વૈશ્વિક સ્તરની ફ્યુચર્સ ઍન્ડ ઓપ્શન્સ વર્લ્ડ સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૨૧નો ‘ચીફ એક્ઝિક્યુટિવ ઑફ ધ યર’ એવોર્ડ બીએસઈના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણને એનાયત કરવામાં આવ્યો છે.
દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ – બીએસઈના એમડી-સીઈઓ તરીકે આશિષ ચૌહાણે એક્સચેન્જના કામકાજમાં નવી પ્રણાલી દાખલ કરી છે તથા કામકાજમાં પારદર્શકતા અને વિવિધતા લાવીને અત્યાધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. એમની ઉજ્જવળ કામગીરીની નોંધ લઈને એમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.
ફ્યુચર્સ ઍન્ડ ઓપ્શન્સ વર્લ્ડે પણ આશિષકુમારનાં કાર્યોની નોંધ લીધી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે બૅન્કો, નાણાકીય સંસ્થાઓ, બ્રોકર્સ, એક્સચેન્જીસ, વગેરે સંસ્થાઓમાંથી ઉક્ત પુરસ્કાર માટે એમની પસંદગી કરી છે. સંસ્થાએ લંડનમાં ગત બીજી તારીખે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આશિષકુમારને પુરસ્કાર પ્રદાન કર્યું હતું.
