મુંબઈઃ આવતી 15મી ઓક્ટોબરથી નવરાત્ર મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે તે નિમિત્તે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ દ્વારા શનિવાર તા.14 ઑક્ટોબરે સાંજે 5 થી 7 દરમિયાન આદ્યશક્તિ આરાધના અંતર્ગત ‘શ્રી નાગર મંડળ, અંધેરી’ દ્વારા પ્રસ્તુત નાગરી નાતની આગવી ઓળખ સમા, માતાજીનાં પરંપરાગત ‘બેઠાં ગરબા’નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘બેઠાં ગરબા’ એક વિશિષ્ટ પ્રકારની પરંપરા છે.
સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ, ઈરાનીવાડી નં.4, એશિયન બેકરી સામેની ગલીનાં બીજા છેડે, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ.
સમયઃ સાંજે ૫.૧૫ કલાકથી ૭.૧૫
(નોંધ: જાહેર કાર્યક્રમ છે, બેઠક વ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે. કાર્યક્રમ સમયસર શરૂ થશે. નિઃશુલ્ક છે)
આ કાર્યક્રમની પરિકલ્પના અને સૂત્ર સંચાલન ‘શ્રી નાગર મંડળ, અંધેરી’નાં પ્રમુખ અર્ચિતાબેન મહેતા કરશે. ગરબાની પ્રસ્તુતિમાં એમનો સાથ આપશે મંડળનાં સભ્ય બહેનો – ધારીણીબેન, પ્રીતિબેન, જાગૃતિબેન, તર્જનીબેન, કવિતાબેન, કલ્પાબેન, ત્રિપર્ણાબેન, દીપિકાબેન, શીતલબેન અને અન્ય બહેનો.
ગુજરાતી ભાષા ભવન વતી આવકાર અને પ્રાસંગિક વક્તવ્ય અધ્યક્ષ ડૉ. દિનકર જોશી આપશે. સંચાલનનો દોર સંભાળશે ડૉ. સેજલ શાહ.