મુંબઈ એરપોર્ટ પર રૂ.32 કરોડનું સોનું પકડાયું

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ચાર વ્યક્તિ પાસેથી રૂ. 32 કરોડની કિંમતનું 61 કિલોગ્રામ વજનનું સોનું મળી આવતાં તે જપ્ત કર્યું છે અને ચારેયની ધરપકડ કરી છે.

ચારેય અલગ વ્યક્તિ છે, પરતુ કતરના પાટનગર દોહાથી આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ એમને પકડીને મુંબઈ પોલીસને હવાલે કરી દીધા છે. આ ચારેય આરોપીના નામે મુંબઈ પોલીસમાં અગાઉ કોઈ ક્રિમિનલ રેકોર્ડ નોંધાયો નથી. પરંતુ, પૂછપરછ દરમિયાન ચારેય જણે કહ્યું હતું કે તેઓ ભારતમાંથી સક્રિય સોનાના એક આંતરરાષ્ટ્રીય વેપારી માટે કામ કરે છે. શરૂઆતમાં તેઓ આફ્રિકી મૂળના એક દાણચોર માટે કામ કરતા હતા. આ મામલે કોઈ મોટી ટોળકી સંડોવાયેલી છે કે કેમ તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.