‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાન ખાનની હાલત’ ફરી મળી ધમકી

મુંબઈ: અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, 1લોરેન્સ બિશ્નોઈ ગેંગ નામનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ તરફથી વોટ્સએપ પર મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને ધમકી મોકલવામાં આવી છે. આમાં તેણે આ સમગ્ર મામલો દબાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે જો તે આ બાબતને ગંભીરતાથી નહીં લે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનના મિત્ર NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Bollywood actor Salman Khan poses for photographs during the trailer launch of his movie ‘Tubelight’ in Mumbai, India on May25, 2017.

સલમાન ખાનના ઘરે સઘન સુરક્ષા

આ મામલામાં મુંબઈ પોલીસનું કહેવું છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમને પણ જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. ધમકીભર્યા મેસેજમાં તેને હળવાશથી ન લેવાનું કહેવામાં આવ્યું છે. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ ધમકી બાદ સલમાન ખાનના બાંદ્રા સ્થિત આવાસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતાની સુરક્ષા અગાઉની ધમકીઓથી ઉચ્ચ ચેતવણી પર છે અને એમાં ઉપરથી આ ધમકીએ સલામતી અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

આ ધમકી ખરેખર કોઈ ગેંગ દ્વારા આપવામાં આવી છે કે પછી કોઈ વ્યક્તિએ માત્ર પોલીસને હેરાન કરવા માટે આ બધું કર્યું છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. હકીકતમાં પોલીસને છેલ્લા ઘણા દિવસોથી નકલી થ્રેડ કોલ અને મેસેજ આવી રહ્યા છે. મુંબઈ પોલીસે સમગ્ર પ્રોટોકોલને અનુસરીને આ મામલે તપાસ શરૂ કરી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

ગઈકાલે નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટરની ધરપકડ કરી હતી. હરિયાણાના પાણીપતમાં ઝડપાયેલા આરોપીની ઓળખ સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ તરીકે થઈ છે. અભિનેતા પર હુમલો કરવા માટે સુખાએ ગેંગના અન્ય સભ્યોને કથિત રીતે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુખા તેના હેન્ડલર ડોગર સાથે સીધો સંપર્કમાં હતો. આ ટોળકી કથિત રીતે ષડયંત્રને અંજામ આપવા માટે પાકિસ્તાનથી દાણચોરી કરીને AK-47, M16 અને AK-92નો ઉપયોગ કરવા માંગતી હતી.