મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતે ભક્તિ અને નૃત્યનો અનોખો સંગમ જોવા મળશે. આવતી કાલે એટલે કે 10 મેના રોજ મંદિરના પરિસરમાં ‘કૃષ્ણા માયા’નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષ્ણભક્તો અને ભારતીય પરંપરાગત નૃત્યકલાના શોખીનો માટે એક અવિસ્મરણીય અવસર છે. આ રવિવારે એટલે કે 10 મે ના રોજ, જુહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં બપોરે “કૃષ્ણા માયા” નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં કથક નૃત્ય દ્વારા શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ પ્રસ્તુત કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં ઈચ્છુક દરેક કૃષ્ણભક્ત અને કલાપ્રેમી સામલ થઈ શકે છે.કથક નૃત્યમાં સુવર્ણ પદક વિજેતા નયના મલ્લાપુલકર તેમના સાથી કલાકારો સાથે ખાસ પ્રસ્તુતિ રજૂ કરશે.




