VISWAS Project અંતર્ગત રાજ્યના ૩૪-જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU), એકતાનગર મળી કુલ ૪૧-સ્થળોએ ૧,૨૦૦ જેટલા ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ ૭,૦૦૦ થી વધુ CCTV Camera લગાવી, દરેક જિલ્લામાં ‘નેત્રમ’ (District Level Command & Control Centre) સ્થાપિત કરી, Point to Point કનેક્ટીવીટી મારફતે Safety and Integrated Traffic Management System ઉભા કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં લગાડવામાં આવેલ CCTV Camera System ને રાજ્ય કક્ષાથી નિયત્રિત કરી શકે તે માટે પોલીસ ભવન પરિસર, ગાંધીનગર ખાતે TRINETRA: Integrated Command & Control Centre (i3C) કાર્યરત કરવામાં આવેલ છે અને સમગ્ર વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા ૧૦,૦૦૦-Body Worn Camera, ૧૯-Drone based Camera System અને Video Analytics સુસજ્જિત કરવામાં આવેલ છે. અત્યાધુનિક વિડિયો એનાલિટિક્સનો ઉપયોગ કરીને તપાસના હેતુ માટે સિસ્ટમ અને અન્ય સ્ત્રોતોમાંથી વિડિયો ફૂટેજનું વિશ્લેષણ કરી શકાય છે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, અમલીકરણ અને ફોજદારી કેસોની તપાસ માટે આ સિસ્ટમનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા VISWAS Project અંતર્ગત સુરત શહેર, વડોદરા શહેર અને અન્ય 52-નગરપાલિકઓ અને ૮૦-આંતરરાજ્ય Entry-Exit Points ખાતે ૧૦,૫૦૦ થી વધારે CCTV Camera સ્થાપિત કરવામાં આવશે. આ CCTV Cameraઓને નગરપાલિકાઓના અગત્યના એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ, વ્યુહાત્મક સ્થળો, ભીડભાડ વાળા સ્થળો, મુખ્ય ટ્રાફિક જંક્શન વિગેરે સ્થળોએ વાહનનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી શકે તેવા (ANPR Camera), શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકે તેવા (PTZ Camera), ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે e-Challan જારી કરી શકે તેવા અને અન્ય સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી શકે તેવા (Fixed Camera) CCTV Camera સ્થાપિત કરવામા આવશે. આ ઉપરાંત, Inter-State Criminal Activities અટકાવવા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી (DDNH) સાથેની સરહદોના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ખાતે CCTV Camera સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
૫૪-શહેરોને ૪-ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેના અમલીકરણ માટે નીચે મુજબની વિવિધ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે. તેમજ આ Project અંતર્ગત ઉક્ત તમામ લોકેશનો ખાતે Point to Point Connectivity માટે M/s BSNL ને કામગીરી સોંપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, VISWAS Project અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ Safety and Integrated Traffic Management System ની મદદથી નીચે દર્શાવેલ જુદા જુદા પ્રકારના કુલ ૭૩૦૦ થી વધુ કેસો શોધવામાં મદદ મળેલ છે. વર્ષ ૨૦૧૮-૨૨ ના સમયગાળા દરમિયાન તમામ ચોરીના કેસોમાં તપાસ દર ૮ % વધ્યો છે; લૂંટના કેસોની તપાસ દરમાં ૧૦ % વધારો; ઘરની ચોરીના કેસો શોધવાના દરમાં ૭ % અને લૂંટના કેસોની તપાસ દરમાં ૧% વધારો થયેલ છે.
તે ઉપરાંત વર્ષ ૨૦૧૮-૨૨ ના સમયગાળામાં અકસ્માતોના બનોવોમાં ૧૬ % જેટલો ઘટાડો થયેલ છે, માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં ૧૩ % ઘટાડો તેમજ અકસ્માતના કારણે મૃત્યુમાં ૫ % જેટલો ઘટાડો થયેલ છે. VISWAS Project ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળેલ છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કેટેગરીઓમાં Awards જેવા કે, National e-Governance Gold Award (2022), FICCI SMART Policing Award (2022), Skoch Gold Award (2022), Project Management Institute (PMI) USA (2021), Smart Cities India Award (2021), Governance Now India Police Award (2020) તેમજ Skoch Gold Award (2019) થી પુરસ્કૃત કરવામાં આવેલ છે.
VISWAS પ્રોજેક્ટ અંતર્ગત તમામ એજન્સીઓ અને અન્ય સહભાગીઓ સાથે Phase-II ના અમલીકરણ માટે તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ એક બેઠક યોજવામાં આવી હતી. નરસિમ્હા કોમાર, અધિક પોલીસ મહાનિદેશક (વહીવટ) અને અધ્યક્ષ, Task Force on VISWASના ઓએ માહિતી આપી હતી “VISWAS પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ ફોટો આધારિત સુરક્ષા વ્યવસ્થા રાજ્ય પોલીસ માટે અત્યંત ઉપયોગી છે. ફોજદારી કેસોના નિવારણ, શોધ અને તપાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન અને અમલીકરણ માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. Tier-I & II શહેરો અને આંતર-રાજ્ય સરહદો સુધી સીસીટીવી કેમેરાના નેટવર્કના વિસ્તરણથી ‘force multiplier’ અસર ઉભી થશે અને ગુજરાત પોલીસની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થશે.”