મોરબી : કોંગ્રેસ પક્ષના ઉમેદવારના વિન્ટેઝ કારખાના પર અસામાજીક તત્વોનો આતંક

ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાયું છે. હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ કેટલાક હુમલો થવાના સમાચાર પણ સામે આવી રહ્યો છે. જી હાં મળતી માહિતી મુજબ 65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોંગ્રેસ ઉમેદવારના કારખાના ઉપર સાંજના 4 થી 4:30 ની વચ્ચે અસામાજીક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ધોકા અને પાઇપથી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખવામાં આવ્યા હતા.

અસામાજીક તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવતા કારખાનામાં નાસભાગ મચી ગઈ હતી હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ભય ફેલાવવાના ઇરાદે આ હુમલો થયો હોવાનો અંદાજ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]