ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. તેથી 16 થી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ રહેશે. તેમજ 18 જુલાઇથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, એક ચક્રવાતનું પરિભ્રમણ ગુજરાતની દક્ષિણમાં દરિયાની સપાટીથી આશરે 3.1 કિમી ઉપર છે. ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતના કિનારેથી ઉત્તર કેરળના કિનારે પણ વિસ્તરી રહ્યું છે. જેના પગલે ગુજરાતના દક્ષિણ જિલ્લાઓમાં મધ્યમ તીવ્રતા સાથે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. તેમજ સુરત, પંચમહાલ, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા સ્થળોએ એક કે બે ભારે ઝાપટા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ 24 થી 48 કલાક સુધી વરસાદી ગતિવિધિઓ રહેશે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ 24 થી 48 કલાક સુધી વરસાદી ગતિવિધિઓ રહેશે. ત્યારપછી હળવા ઝાપટાં પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ 20 કે 21 જુલાઈ સુધી ચાલુ રહેવાની ધારણા છે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદ રહેશે. સુરત, દાહોદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સામાન્ય વરસાદ રહેશે. તથા અરવલ્લી, પાટણ, મહેસાણા સહિતમાં સામાન્ય વરસાદ રહેશે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકામાં ભારે વરસાદ રહેશે. તથા જામનગર, રાજકોટ સહીતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ
સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ સહીત ભારે વરસાદની આગાહી છે. તેમજ બે દિવસ બાદ 18 જુલાઇથી રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ માટે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, 24 કલાક દરમિયાન વાદળો વિકસિત થશે, આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જોકે, અમદાવાદમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.