મેધા પાટકરની 24 વર્ષ જૂના કેસમાં ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ કરી છે. દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા 23 એપ્રિલે તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પાટકરને આજે સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવશે. એડિશનલ સેશન જજ (ASJ) વિશાલ સિંહે 23 એપ્રિલે મેધા પાટકર વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે બુધવારે કહ્યું હતું કે પોલીસ કમિશનરની કચેરીના માધ્યમથી દોષિત મેધા પાટકર વિરુદ્ધ આગામી તારીખ સુધી બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરો. કોર્ટે આ વોરંટની રિપોર્ટ અને આગળની કાર્યવાહી માટે કેસને ત્રીજી મે માટે યાદીબદ્ધ કર્યો છે.

વી.કે. સક્સેનાની તરફથી એડવોકેટ ગજિંદર કુમાર અને કિરણ જય હાજર રહ્યા હતા. જુલાઈ 2024માં પાટકરને તત્કાલીન દિલ્હીના લેફ્ટેનેન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ 2000માં દાખલ કરાયેલા માનહાનિ કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા.

પાટકરને સજા સંભળાવવામાં આવી હતી અને તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ તેમને વળતર રકમ ભરવાની અને પરોલ બોન્ડ ભરવાની સૂચના આપવામાં આવી હતી. શુક્રવારે તેમને વી.કે. સક્સેનાની તરફથી દાખલ કરાયેલા માનહાનિ કેસમાં પેરોલ બોન્ડ ન ભરવાને કારણે ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવાને બદલે અને 8 એપ્રિલ, 2025ની સજા આદેશનું પાલન કરવાને બદલે દોષિત ગેરહાજર છે અને તે જાણબૂજીને સજા આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને વળતર રકમ નહીં ભરવી એથી પેરોલનો લાભ પણ ન લીધો છે. કોર્ટએ મેધા પાટકરની ગેરહાજરીને ગંભીરતાથી લીધી હતી અને તેને ઉદ્દેશપૂર્વકનું કૃત્ય ગણાવ્યું હતું.