કોચીઃ કેરળના કોચીમાંથી પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તેની પર આરોપ છે કે આ શખસે પોતાને PMOનો અધિકારી જણાવ્યો હતો. આ શખસે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કોચીમાં નૌકા દળના મુખ્યાલયમાં ફોન કરીને પોતાને PMOનો અધિકારી જણાવતાં INS વિક્રાંતના લોકેશન વિશે પૂછપરછ કરી હતી. આ શખસની ઓળખ મુજિબ રહમાન તરીકે થઈ છે. જોકે ભારતીય નૌકાદળે કોઇ પણ ગુપ્ત જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો અને તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે આ શખસની તરત જ ધરપકડ કરી લીધી હતી.
આ ઘટના કોચીની છે. પોલીસના જણાવ્યાનુસાર ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન INS વિક્રાંત અંગે માહિતી માગવામાં આવી હતી. મુજિબ રહેમાને પોતાને PMOનો અધિકારી કહીને કોચી નૌકા દળ મુખ્યાલયમાં ફોન કર્યો હતો અને INS વિક્રાંતનું ચોક્કસ સ્થાન જણાવવા કહ્યું હતું. જોકે નૌકાદળે આ પ્રકારની કોR પણ માહિતી આપવાનું ટાળ્યું હતું અને સ્થાનિક પોલીસને તરત જાણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મળતાં જ પોલીસ ટીમ સક્રિય બની ગઈ અને મુજિબ રહમાને નવા ફોજદારી કાયદાઓ હેઠળ ધરપકડમાં કરી હતી. આ આરોપીને પકડી લીધા બાદ રાજ્ય પોલીસ, નૌકા દળ અને ગુપ્તચર વિભાગ (IB) તેમની પૂછપરછ કરી રહ્યા છે. મુજિબ રહમાન મૂળરૂપે કોઝીકોડના એલ્થુર વિસ્તારમાંનો રહેવાસી છે. તેમના પરિવારે દાવો કર્યો છે કે તે માનસિક આરોગ્યની સમસ્યાઓ માટે સારવાર લઈ રહ્યો છે. જોકે પોલીસ આ દાવાનું પણ વિશ્લેષણ કરી રહી છે. કેરળ પોલીસે INS વિક્રાંતની લોકેશન પૂછનાર શખસની ધરપકડ કરી લીધી છે.
