સાપુતારામાં પેસેન્જર ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7ના મૃત્યુ

સાપુતારામાં મોટી દુર્ઘટના થઈ છે. પેસેન્જર ભરેલી બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી છે, જેમાં 7 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના નાશિક-ગુજરાત હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. એક લક્ઝરી બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટના રવિવાર સવારે લગભગ 5.30 કલાકે થઈ છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 7 યાત્રીઓના મૃત્યુ થયા છે અને 15 અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

કંટ્રોલ ગુમાવી દેતા આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું

પ્રાથમિક જાણકારી અનુસાર, કંટ્રોલ ગુમાવી દેતા આ બસ ખીણમાં જઈને પડી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ નાસિકથી સાપુતારા ઘાટ થઈને સૂરત તરફ જઈ રહી હતી. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મોટા ભાગના મુસાફરો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને નાશિકના તીર્થ સ્થળે દર્શન કરવા આવ્યા હતા. હાલમાં પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.