20 ગરીબ દેશ જેટલી સંપત્તિ છે એશિયાના આ 20 પરિવાર પાસે…

નવી દિલ્હી- એશિયાના 20 સૌથી ધનિક પરિવારો પાસે કુલ મળીને 450 અબજ ડોલર કરતા પણ વધુ સંપત્તિ છે. આ 20 પરિવારોની સંપત્તિ એશિયાના 20 ગરીબ દેશોની કુલ જીડીપી બરાબર છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર 50.4 અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી આગળ છે. શાપૂરજી પાલોનજી અને હિન્દૂજા બ્રધર્સ પણ એશિયાના 20 સૌથી ધનિક પરિવારોની યાદીમાં સામેલ છે.

આ લિસ્ટના ટોપ 10 પરિવારો આ પ્રમાણે છે.

  • મુકેશ અંબાણી- ભારત (રિલાયન્સ ગ્રૂપ, એનર્જી, ટેલિકોમ, રિટેલ) 50.4 અબજ ડોલર
  • ક્વોક- હોંગકોંગ (સન હંગ કાઈ પ્રોપર્ટીઝ, રિયલ એસ્ટેટ) 38 અબજ ડોલર
  • ચેરાવેનોન્ટ- થાઈલેન્ડ (ચેરોન, પોકફંડ ગ્રુપ, ફૂડ, રિટેલ, ટેલિકોમ) 37.9 અબજ ડોલર
  • હાર્ટોનો- ઈન્ડોનેશિયા (બેન્કિંગ સેક્ટર, જોરમ, બેન્ક સેન્ટ્રલ એશિયા, તંબાકુ) 32.5 અબજ ડોલર
  • લી- સાઉથ કોરિયા(સેમસંગ, શિપ, બિલ્ડિંગ, ઈલેક્ટ્રોનિક્સ વગેરે) 28.5 અબજ ડોલર
  • યોવિધયા- થાઈલેન્ડ (ટીસીપી ગ્રુપ,બેવરેજીસ-રેડબુક મેકર્સ) 24.5 અબજ ડોલર
  • મિસ્ત્રી- ભારત(શાપુરજી પાલનજી ગ્રૂપ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન વગેરે) 21.1 અબજ ડોલર
  • સાય- ફિલિપાઈન્સ ( એસએમ ઈન્સવેસ્ટમેન્ટ્સ, રિટેલ, બેન્કિંગ, પ્રોપર્ટી)20.3 અબજ ડોલર
  • ચિરાથીવટ- થાઈલેન્ડ (સેન્ટ્રલ ગ્રુપ, રિયલ એસ્ટેટ, રિટેલ, હોસ્પિટાલિટી વગેરે) 20.3 અબજ ડોલર
  • કાદૂરી- હોંગકોંગ(પાવર જનરેશન, હોસ્પિટાલિટી)18.5 અબજ ડોલર

16માં ક્રમે હિન્દૂજા-ભારત (હિન્દૂજા ગ્રુપ, ઓટોમોટિવ, ઓઈલ એન્ડ ગેસ વગેરે)

 

મુકેશ અંબાણીનો પરિવાર એનર્જી, ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાંથી ધન મેળવી રહ્યું છે, આ યાદીમાં 7માં ક્રમ પર ભારતીય ઉદ્યોગપતિ પરિવાર (મિસ્ત્રી) શાપૂરજી પાલોનજી ગ્રુપના માલિક છે. જેનો કારોબાર એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન વગેરે સેક્ટરમાં છે. યાદીમાં 16માં ક્રમ પર હિન્દૂજા ગ્રુપ છે જે ઓટોમોટિવ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટમાં સારો પ્રભાવ ધરાવે છે.

 

બ્લૂમબર્ગના રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે કે, એશિયાના ટોપ 20 ધનિક પરિવારો પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો પ્રોપર્ટી ડેવલપમેન્ટમાંથી કમાઈ રહ્યા છે. આ યાદીમાં સામેલ હોંગકોંગના પરિવાર માટે ચિંતાની વાત એ છે કે, વર્તમાનમાં હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધની પાછળ એક કારણ પ્રોપર્ટીની વધતી જતી કિંમતો પણ છે. બની શકે છે કે, પ્રોપર્ટી માર્કેટ પર તેમની પકડ ઢીલી કરવા માટે નવા રેગ્યુલેશન લાગૂ કરવામાં આવે.

20 ગરીબ દેશોનો જીડીપી

IMFના આંકડાઓ અનુસાર 2018માં એશિયાના 20 સૌથી ગરીબ દેશોનો જીડીપી 468.5 અબજ ડોલર હતો. આ દેશોની સંયુક્ત જનસંખ્યા 2018માં 21.36 કરોડ હતી. એશિયામાં સૌથી ઓછી (2.6 અબજ ડોલર) સંપત્તિ ભૂટાનની હતી.