ધ ફેમિલી મેન સીઝન 3ની સ્ટાર કાસ્ટ કૌન બનેગા કરોડપતિ ( KBC)માં પહોંચી હતી. આ દરમિયાન મનોજ બાજપેયીએ અમિતાભ બચ્ચન સાથેની પહેલી મુલાકાતનો રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો, જે KBCના આગામી એપિસોડમાં જોવા મળશે.

કૌન બનેગા કરોડપતિ (KBC)ના આગામી એપિસોડમાં અભિનેતા મનોજ બાજપેયી અમિતાભ બચ્ચન સાથે અનેક વાતો શેર કરશે. ધ ફેમિલી મેન સીઝન 3ની સ્ટાર કાસ્ટ KBCમાં પહોંચી હતી. મનોજ બાજપેયી જૂની યાદોને વાગોળી લગભગ ત્રણ દાયકા પહેલાનો એક કિસ્સો સંભળાવશે. તેમને 28 વર્ષ પહેલાં ‘સત્યા’ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન બિગ બી સાથે થયેલી તેમની પહેલી મુલાકાત યાદ આવે છે, તે ક્ષણ એટલી પ્રભાવશાળી હતી કે શરૂઆતમાં તેમણે અમિતાભ બચ્ચનને મળવાનું ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થિતિ એનાથી ઉલ્ટી જ ઉભી થઈ.
તે યાદગાર મુલાકાત વિશે વાત કરતાં મનોજ કહે છે, “એક જાણીતા ફિલ્મ પત્રકારે મને છેતરીને કારમાંથી બહાર કાઢ્યો અને કાર અંદરથી લોક કરી દીધી, જેના કારણે મને છુપાવાને બદલે બહાર ઉભા રહેવું પડ્યું અને અમિતાભ બચ્ચનને મળવું પડ્યું. હું ગભરાઈ ગયો. જો હું ત્યાં ઊભો હોત, તો અમિતજી મને જોઈ લેત. તેથી, હું સીધો વોશરૂમમાં દોડી ગયો અને પોતાને અંદર લોક કરી દીધો. થોડા સમય પછી મને લાગ્યું કે અમિતાભ બચ્ચન ચાલ્યા ગયા હશે, હું બહાર ગયો અને જોયું તો અભિષેક બચ્ચન બહાર રાહ જોઈ રહ્યા હતા.”
મનોજ બાજપેયી વધુમાં ઉમેરે છે કે “અભિષેકે મને કહ્યું કે તેમણે તેમને દોડતા જતા જોયા હતા અને હેલ્લો કહેવા માટે રાહ જોઈ રહ્યા હતા. અને ત્યાં સીધા અમિતાભ બચ્ચન પોતે મારી સામે, એવું લાગ્યું કે જાણે સમય થંભી ગયો. મને કંઈ સંભળાતું નહોતું. હું બ્લેન્ક થઈ ગયો. જે વ્યક્તિએ મને પાંચમા ધોરણમાં બધી રીતે પ્રેરણા આપી. તે મારી સામે જ ઊભા હતા. અમિત સર મારો હાથ પકડીને મારી સાથે વાત કરી રહ્યા હતા અને હું બહેરો થઈ ગયો હતો, હું કંઈજ રિએક્ટ કરી શક્યો નહીં.ગભરાઈને, મેં પૂછવાની હિંમત કરી, “સર… શું હું … શું હું તમને ગળે લગાવી શકું?” અમિતાભ બચ્ચને તેમને ગળે લગાવ્યા.
મનોજ બાજપેયીકૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર એ જ નમ્રતા અને પ્રશંસા સાથે યાદોને તાજી કરીઅને ફરી એકવાર ગળે લગાવવા કહ્યું, જેનાથી તે ક્ષણ એક સુંદર ક્ષણ બની ગઈ.


