કર્ણાટક: પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા

કર્ણાટકમાં જનતા દળના સસ્પેન્ડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધી ગઈ છે. બેંગલુરુની વિશેષ કોર્ટે ઘરકામ કરતી નોકરાણી પર બળાત્કારના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઉપરાંત કોર્ટે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. એક દિવસ પહેલા, શુક્રવારે, કોર્ટે આ કેસમાં પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. રેવન્નાને આજીવન કેદની સજા સંભળાવતા, ન્યાયાધીશ ગજાનન ભટ્ટે ભૂતપૂર્વ સાંસદ પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ગયા વર્ષે ઘરેકામ કરતી નોકરાણીએ પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધ ચાર કેસ દાખલ કર્યા હતા. શુક્રવારે, કોર્ટે આ ચારેય કેસોમાં રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. પીડિતાએ લગાવેલા તમામ આરોપો કોર્ટમાં સાચા સાબિત થયા હતા. આ પછી, ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટે રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. આજે કોર્ટે સજા પણ જાહેર કરી છે.