આનંદો : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી દરેક ક્ષેત્રમાં વધી છે. ખાદ્ય સામગ્રીમાં પણ વધારો થવાને કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે આ વચ્ચે ગૃહિણીનો મોટી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ધડાડો થયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયામાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયાનો ઘટોડો થયો છે.

જાણો નવો ભાવ

ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો થયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. તેમજ કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.30નો ઘટાડો નોંધાયો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયના ભાવ વધારા બાદ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય માણસને રાહત મળી છે.

આ કારણે ભાવમાં થયો ઘટાડો

સિંગતેલના ભાવમાં 1 દિવસમાં સીધો 60 રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. ત્યારે વેપારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગી છે જેના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.