મુંબઈ: અનંત અંબાણીના લગ્નની દરેક વસ્તુઓ ચર્ચાનો વિષય બની રહી છે. ખાસ કરીને અંબાણી પરિવારની લેડીઝના ઘરેણાં તો જાણે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નીતા અંબાણીથી લઈ રાધિકાએ પહેરેલા દાગીના બધાને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. અંબાણી પરિવારની બ્રાઈડલ થીન પર બનેલી જ્વેલરી વેપારીઓને આકર્ષિત કરી રહી છે. જયપુરમાં જ્વેલરી એસોસિએશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં દેશના જાણીતા અને ઘરેણાંના મોટા વેપારીઓ પહોંચી રહ્યાં છે. આ શોમાં હટકે જ્વેલરી ડિઝાઈનો પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
જ્વેલરી ડિઝાઈનમાં રાધા ગોવિંદ અને મોરની તસવીર ધરાવતાં હાર સહિતની વિવિધ આકર્ષિત ડિઝાઈનો જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સીતાપુરના નોવાટેલ એક્ઝિબિશન સેન્ટરમાં શુક્રવારથી પ્રદર્શન શરૂ થયું હતું, જે 7 જૂલાઈ સુધી રહેશે. એક્ઝિબિશનના દરેક બુથ પર રંગબેરંગી વિવિધ આભુષણોને પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ઝિબિશનમાં એક હાર્ટ શેપ્ડ પન્ના (એમરેલ્ડ) છે કોઈ પણ એક્ઝિબિશનમાં જોવા મળશે નહીં.
જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન જયપુર જ્વેલર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. ગ્રીનપન્ના સિવાય અન્ય કલરના પન્નાને પણ વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આપન્ના રાઉન્ડ અને ઓવલ સહિત અનેક શેપમાં ઉપલબ્ધ છે. આ ચમકિલાપન્નાને બ્રાઝિલ, રશિયા, ઈથોપિયા, કોલમ્બિયા સહિતના દેશોમાંથી મંગાવીને જયપુરમાં તૈયાર કરવામાં આવે છે. શૉમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, મેરઠથી 14થી વધુ વેપારીઓ ભાગ લઈ રહ્યાં છે. આ એક બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) ફોર્મેટ શો છે.
જ્વેલરી શૉમાં 200 વર્ષ જૂનો એકપન્ના પણ છે. સોનાનો રાણી હાર, વિવિધ શેપનાપન્ના, રાધા ગોવિંદ અને મોરની ડિઝાઈન ધરાવતાં હાર સહિત આંખોને જોતાવેંત ગમી જાય એવી ખુબસુરત ડિઝાઈનના આભૂષણોથી સજ્જ છે આ શો. આ તમામ સુંદર આભૂષણોની કિંમત લાખોથી માંડીને કરોડો સુધીમાં છે. સોનાના રાણી હારની કિંમત સવા કરોડ છે. રાધા-ગોવિંદ-મોરની ડિઝાઇનવાળો દુલ્હન હાર 500 કેરેટનો છે.