જાણો ક્યારે ઉજવાશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ!

નવી દિલ્હી: ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક 23 ઓગસ્ટ 2023ના રોજ ઉતર્યું હતું. હવે ઈસરો પ્રમુખે ટ્વીટર પર એક વીડિયો જાહેર કરીને આ દિવસને નેશનલ સ્પેસ ડે જાહેર કર્યો છે. ઈસરોના વડા ડો. એસ. સોમનાથે દેશભરના લોકોને નેશનલ સ્પેસ દિવસની ઉજવણીમાં ભાગ લેવાની અપીલ કરી છે.

આ અંગે સોમનાથ ભારતીએ લખ્યું છે કે, ‘23 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ઈસરો તરફથી ભવ્ય ઉજવણી કરાશે. આ દિવસે સાંજે વર્ષ 2023માં 05.20 મિનિટે ઈસરોએ યુટ્યૂબ, ફેસબુક અને ઈસરોની સાઈટ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. લાખો-કરોડો લોકો તેને જોઈ રહ્યાં હતાં. ઈસરો વિજ્ઞાનીઓએ માહિતી આપી કે હવે લેન્ડિંગ શરૂ થવાનું છે તો લોકો ઈસરો સ્ટ્રીમિંગ પરથી નજર પણ નહોતા હટાવતા. એ દિવસે જે ચાર્ટ્સ અને ગ્રાફ્સને માત્ર વિજ્ઞાનીઓ સમજતા હતાં, તેને જોઈને લોકો સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.’વિક્રમ લેન્ડરે પોતાના પગ જ્યારે ચંદ્રની સપાટી પર મૂક્યા. ત્યારે આ મિશન સફળ થયું. એટલું જ નહીં લેન્ડિંગની નજીક જ્યારે લેન્ડિંગના કારણે ઉઠેલી ચંદ્રની ધૂળ જમીન પર બેસી ગઈ. ત્યારે પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. આ ઐતિહાસિક દિવસની ઉજવણી આ વર્ષે નેશનલ સ્પેસ ડે તરીકે કરવામાં આવશે.