ઇઝરાયલે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરનો ખાત્મો કર્યો

ઇઝરાયેલ સેનાએ હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડરને મારી નાખ્યો છે. તેની ઓળખ જાફર ખાદર ફૌર તરીકે થઈ હતી, જે ગયા વર્ષે ઓક્ટોબરથી ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા માટે જવાબદાર હતો. આમાં જુલાઈ 2024નો હુમલો પણ સામેલ છે, જેમાં ફૂટબોલ મેદાનમાં 12 બાળકો માર્યા ગયા હતા. ખાદર દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના નાસેર બ્રિગેડ રોકેટ યુનિટનો કમાન્ડર હતો. આતંકવાદી જૂથે હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી.

IDF દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘હિઝબુલ્લાહના નાસર યુનિટના મિસાઇલ અને રોકેટ એરેના કમાન્ડર જાફર ખદરનું લેબનોનના જાવિયા વિસ્તારમાં મોત થયું હતું. તે ગોલન તરફ નિર્દેશિત અનેક રોકેટ હુમલાઓ માટે જવાબદાર હતો. જેમાં ઘણા ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. મજદલ શમ્સ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 12 બાળકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ગત ગુરુવારે મેટુલા પર રોકેટ હુમલો થયો હતો, જેના કારણે 5 નાગરિકોના મોત થયા હતા.