ઈઝરાયલ: ગાઝામાં યુદ્ધવિરામની શરૂઆત થયાના ગણતરીના દિવસોમાં જ, ઇઝરાયલી સંરક્ષણ દળોના વડા લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હાલેવીએ એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલમાં હમાસના હુમલા દરમિયાન સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને ૭ માર્ચે ફરજ પરથી મુક્ત કરવામાં આવશે.IDF વડાએ તેમના રાજીનામામાં કહ્યું છે કે, તેમના કમાન્ડ હેઠળના ઇઝરાયલી દળો રાજ્યનું રક્ષણ કરવાના તેમના મિશનમાં નિષ્ફળ ગયા છે. તેમણે જાન્યુઆરી 2023માં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો. તેમનું રાજીનામું 6 માર્ચથી અમલમાં આવશે. સુરક્ષામાં ખામીને કારણે રાજીનામું આપનારા તેઓ સૌથી વરિષ્ઠ ઇઝરાયલી અધિકારી છે.
લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હાલેવીએ લખ્યું, “૭ ઓક્ટોબરની સવારે, મારા કમાન્ડ હેઠળના દળો ઇઝરાયલી નાગરિકોનું રક્ષણ કરવાના તેમના મિશનમાં નિષ્ફળ ગયા. ઇઝરાયલે ભારે કિંમત ચૂકવી. આ ભયંકર નિષ્ફળતાની જવાબદારી દરરોજ, દરેક કલાકે મારી છે. તે મારા બાકીના જીવન માટે મારી સાથે રહેશે.”
મોટાભાગની ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. તે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઘણા પેલેસ્ટિનિયનો પોતાના ઘરોને પણ ઓળખી શકતા નથી. ઘણા લોકો પોતાના ઘર શોધતા જોવા મળ્યા. પોતાના ઘરે પાછા ફરેલા પેલેસ્ટિનિયનો ફરી પોતાનું જીવન શરૂ કરવા માટે પોતાના ઘરોનું સમારકામ કરવામાં વ્યસ્ત છે.
એવો અંદાજ છે કે તેમાં તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલા યુએનના અહેવાલ મુજબ, યુદ્ધ પહેલાના બે તૃતીયાંશ માળખાં, અથવા ૧.૭ લાખથી વધુ ઇમારતોને નુકસાન થયું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે રવિવારે યુદ્ધવિરામ અમલમાં આવ્યો, જેનાથી 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો.