ઈશાન અને જાહ્નવીની ફિલ્મ ‘હોમબાઉન્ડ’થિયેટરમાં આ તારીખે થશે રિલીઝ

‘હોમબાઉન્ડ’ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ છે. હવે આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ને દુનિયાભરમાં ખૂબ પ્રશંસા મળી છે. નીરજ ઘેયવાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ 26 સપ્ટેમ્બર 2025 ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના પ્રીમિયર અને ઉત્તર અમેરિકામાં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના ડેબ્યૂ પછી ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી છે.ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરતા નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસ, ધર્મા પ્રોડક્શન્સે કહ્યું, “કોઈ પણ લાગણી ક્યારેય છેલ્લી હોતી નથી. ‘હોમબાઉન્ડ’ 26 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.”

 

View this post on Instagram

 

A post shared by Homebound (@homeboundthefilm)

અહેવાલો અનુસાર, ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ઉત્તર ભારતના બે બાળપણના મિત્રોની વાર્તા છે. બંને પોલીસ અધિકારી બનીને પોતાનું જીવન સુધારવાનું સ્વપ્ન જુએ છે. પોલીસ પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમની મિત્રતા વધે છે. જોકે, આ સમય દરમિયાન ઘણા પડકારો પણ આવે છે. ફિલ્મની પટકથા બશરત પીર, નીરજ ઘેવાન અને સુમિત રોય દ્વારા લખવામાં આવી છે. તેના સંવાદો નીરજ ઘેવાન, વરુણ ગ્રોવર અને નીરજ દુબે દ્વારા લખવામાં આવ્યા છે.

હોલીવુડ ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સીસે ‘હોમબાઉન્ડ’માં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયા. આનાથી ફિલ્મને વધુ ખ્યાતિ મળી. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં સ્કોર્સેસે કહ્યું, “મેં 2015 માં નીરજની પહેલી ફિલ્મ ‘મસાન’ જોઈ હતી. મને તે ખૂબ જ ગમી. તેથી જ્યારે મને બીજી ફિલ્મ માટે ઓફર મોકલવામાં આવી, ત્યારે હું ઉત્સાહિત હતો. મને વાર્તા ગમી અને મેં મદદ કરવા સંમતિ આપી. નીરજે એક સુંદર રીતે રચાયેલી ફિલ્મ બનાવી છે જે ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન છે.”