IPL Auction : રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

IPL 2025ની મેગા ઓક્શન શરૂ થઈ ગઈ છે. આ હરાજીનું આયોજન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં કરવામાં આવી રહ્યું છે. રિષભ પંતે IPL ઓક્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પંત અગાઉ દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.

દિલ્હીએ સ્ટાર્ક પર દાવ લગાવ્યો

ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પરંતુ તેઓ રૂ.11.75 કરોડમાં વેચાયા હતા.

ગુજરાતે બટલરને સાઇન કર્યો

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. બટલરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગુજરાતે તેને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો

પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો છે. તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.

ગુજરાતે રબાડા પર દાવ લગાવ્યો

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગુજરાતે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબે અર્શદીપ પર દાવ લગાવ્યો

પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહ પર મોટો દાવ લગાવ્યો છે. અર્શદીપને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો છે.