IPL 2027: દિલ્હી કેપિટલ્સે સૌરવ ગાંગુલીને બનાવ્યા મુખ્ય કોચ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘દાદા’ તરીકે જાણીતા સૌરવ ગાંગુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી 2027 સીઝન માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે.

આગામી IPL 2027 સીઝન માટે દિલ્હી કેપિટલ્સે મુખ્ય કોચ તરીકે હેમાંગ બદાનીના સ્થાને સૌરવ ગાંગુલીની નિમણૂક કરી છે. આ પ્રથમ વખત બનશે જ્યારે સૌરવ ગાંગુલી IPLમાં કોઈ ટીમના હેડ કોચ તરીકેની ભૂમિકા ભજવશે.

અગાઉ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ અને તેના જેએસડબલ્યુ (JSW) સ્પોર્ટ્સ ગૃપ સાથે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ અને મેન્ટર તરીકે સંકળાયેલા રહ્યા છે. જોકે, હવે તેઓ સીધા ટીમના મુખ્ય કોચ તરીકે ડ્રેસિંગ રૂમ અને રણનીતિની કમાન સંભાળતા જોવા મળશે. દિલ્હી કેપિટલ્સ આગામી સીઝનમાં નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.