IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો 1 વિકેટે વિજય થયો હતો. ટૂર્નામેન્ટમાં લખનૌની આ ત્રીજી જીત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આરસીબી માટે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ સિરાજ અને પાર્નેલને 3-3 વિકેટ મળી હતી.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
— IndianPremierLeague (@IPL) April 10, 2023
માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને લખનૌને શાનદાર જીત અપાવી
213 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆતમાં ખરાબ બેટિંગ જોવા મળી હતી. ટીમે પહેલી જ ઓવરમાં 1 રનમાં કાયલ મેયર્સ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડા પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 10 બોલમાં 9 રન બનાવીને વેઈન પાર્નેલનો શિકાર બન્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા માર્કસ સ્ટોઇનિસે થોડો સમય સંભાળીને 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 65 રનની ઝડપી ઇનિંગ રમી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી.
Incredible scenes.
Sum up that chase in one word 👇 #TATAIPL | #RCBvLSG pic.twitter.com/jL5WmOzJ9v
— IndianPremierLeague (@IPL) April 10, 2023
કેપ્ટન કેએલ રાહુલ અને માર્ક સ્ટોઇનિસે ચોથી વિકેટ માટે 40 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી. જોકે બંને ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યા ન હતા. 11મી ઓવરમાં કર્ણ શર્માએ સ્ટોઈનિસને અને 12મી ઓવરમાં મોહમ્મદ સિરાજે કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલ 20 બોલમાં માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને ટીમને જીતની આશા આપી હતી. પુરણે માત્ર બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 326.32 હતો. પૂરન અને આયુષ બદોનીએ મળીને છઠ્ઠી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. જોકે સિરાજે પુરનની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. છેલ્લા બોલ પર સિંગલની જરૂર હતી અને તે બાય દ્વારા આવ્યો.
આ પછી 19મી ઓવરમાં સારી બેટિંગ કરી રહેલા આયુષ બદોનીએ હેડ વિકેટ દ્વારા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બદોની 24 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્ક વૂડ (1) અને જયદેવ ઉનડકટ (9)એ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
આ મેચમાં RCC તરફથી મિશ્ર બોલિંગ જોવા મળી હતી. કેટલાક બોલરોએ ઓછા રન ખર્ચ્યા તો કેટલાક બોલરો વધુ ખર્ચાળ હતા. મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય વેઇન પાર્નલે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી તરફ કર્ણ શર્માએ 3 ઓવરમાં 48 રન આપીને સફળતા અપાવી હતી. બાકીના બોલરોમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ ઝડપી હતી.