વિશ્વનું સૌથી મોટું તરતું ક્રિસમસ ટ્રી: ઉંચાઈ જોઈને રહી જશો દંગ

રિયો ડી જેનેરો : બ્રાઝીલના શહેર રિયો ડી જેનેરોમાં વિશ્વનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી તરતું મુકવામાં આવ્યું છે. મ્યુઝિકલ શો, રોશના ઝગમગાટ અને આતશબાજી સાથે આ સૌથી મોટા અને તરતા ક્રિસમસ ટ્રીનું ભવ્યાતી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આને ડિસેમ્બરના તહેવારોની શરૂઆતના સંકેત તરીકે માનવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર, પ્રભાવશાળી તેમજ ધાતુથી બનેલા આ 230 ફૂટ લાંબા ક્રિસમસ ટ્રીને શનિવારે રોડ્રિગો ડી ફ્રીટાસ લેગુન ઉપર જાત જાતની રોશનીથી શણગારવામાં આવ્યું. આના રિયો ડી જેનેરોના દક્ષિણી ક્ષેત્રોમાં સૌથી પ્રતિષ્ઠિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ ક્રિસમસ ટ્રી 6 ડિસેમ્બર 2020 સુધી તરતું રહેશે.

ઉદ્ઘાટન દરમ્યાન સેંકડો લોકોની હાજરીમાં અહીં મ્યૂઝિકલ શો અને આતશબાજી જોવા મળી હતી. લગભગ 24 માળની બિલ્ડિંગ જેટલી ઉંચાઈ ધરાવતું આ ક્રિસમસ ટ્રી પાણીમાં તરતા 11 પ્લેટફોર્મો પર રાખવામાં આવ્યું છે. આ ક્રિસમસ ટ્રીને શણગારવામાં 900,000થી વધુ એલઈડી લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શહેર પ્રવાસન માટેનું સૌથી આકર્ષક સ્થળમાંનું એક ગણાય છે.