મળો વિશ્વના સૌથી નાના ઘોડાને, જેનું કદ નાનું પણ દિલ દરિયા જેવડું…

વિશ્વના સૌથી નાના ઘોડાની તસવીર સામે આવી છે. આ ઘોડો કદમાં ભલે નાનો હોય પરંતુ તેમનું ફ્રેન્ડ ફોલોવિંગ ઘણું મોટું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘોડો એટલો પોપ્યુલર છે કે, તેને નિહાળવા માટે લોકો દૂર દૂર આવે છે. બાળકો આ ઘોડાને જોઈને તાળીઓ પાડવા લાગે છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર બબ્બલ અથવા તો બોમ્બેલ નામનો આ ઘોડો પોલેન્ડના મિનિએચર અપ્પાલૂસાનો છે. આ ઘોડાની ઉંચાઈ માત્ર 56.7 સેમી (1 ફૂટ 10 ઈંચ) છે.

મળતી માહિતી અનુસાર બબ્બલ કાસકડાના ફાર્મ હાઉસમાં અન્ય મોટા ઘોડાઓ સાથે રહે છે. ઘોડાના માલિક પેટ્રીક અને કેટરઝાઈના બબ્બલને પ્રથમ વખત 2014માં જોયો હતો. એ સમયે બબ્બલ માત્ર 2 મહિનાનો હતો. પહેલા તો ઘોડોને જોતા એવું લાગ્યું કે એમને કોઈ બિમારી છે પરંતુ પાછળથી ખબર પડી કે, એનું કદ વધી નથી રહ્યું. ત્યારબાદ આ લોકોને વિચાર આવ્યો કે, જો આ જ સ્થિતિ રહી તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવામાં આવશે.

 બબ્બલના માલિકનું કહેવું છે કે, ઘોડો ભલે કદમાં નાનો હોય પરંતુ એમનું દિલ દરીયા જેવું છે. આ  ઘોડાને દર સપ્તાહે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તે બિમાર બાળકોના ચેહરા પર સ્મિત લાવવાનું કામ કરે છે.

તેમણે જણાવ્યું કે, બબ્બલને કારણે તેમના પરિવારની જીંદગી બદલાઈ ગઈ છે કારણ કે, આ પરિવાર ઘોડાને કારણે અન્ય લોકોને મદદરૂપ થઈ શકે છે.