કયા દેશનો પાસપોર્ટ સૌથી વધારે દમદાર?

ન્યૂયોર્કઃ દર વર્ષે ‘હેન્લે એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ’ ઘોષિત કરવામાં આવે છે જેમાં એવા દેશોની યાદી હોય છે જેનો પાસપોર્ટ હોવો એ દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠાસમાન અને મોભાદાર વાત કહેવાય. તેમજ એવા દેશોની પણ યાદી હોય છે જેનો પાસપોર્ટ સૌથી ખરાબ ગણાય. સૌથી દમદાર-વગદાર પાસપોર્ટવાળા દેશોની આ વર્ષની યાદીમાં જાપાન પહેલા નંબર પર છે. જ્યારે ભારતનો નંબર 85મો છે. ભારતના પાસપોર્ટને 58નો વિઝા-મુક્ત સ્કોર મળ્યો છે એટલે કે ભારતીય પાસપોર્ટધારકો વિઝા વગર 58 દેશોની મુલાકાતે જઈ શકે છે.

સૌથી ખરાબ છાપવાળા દેશોની કેટેગરીમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એનો નંબર 107મો છે, જ્યારે નેપાળ 104મા નંબરે છે. પાકિસ્તાનનો પાસપોર્ટધારક 32 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. યાદીમાં (સૌથી ખરાબ પાસપોર્ટવાળા દેશો) એકદમ તળિયે સિરીયા, ઈરાક અને અફઘાનિસ્તાન આવે છે.

સૌથી શ્રેષ્ઠ પાસપોર્ટવાળા 10 દેશોઃ

 1. જાપાન
 2. સિંગાપોર
 3. સાઉથ કોરિયા અને જર્મની
 4. ઈટાલી, ફિનલેન્ડ, સ્પેન, લક્ઝમબર્ગ
 5. ડેન્માર્ક અને ઓસ્ટ્રિયા
 6. સ્વીડન, ફ્રાન્સ, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ
 7. સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, બ્રિટન, નોર્વે, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ
 8. ગ્રીસ, માલ્ટા, ચેક રીપબ્લિક, ઓસ્ટ્રેલિયા
 9. કેનેડા
 10. હંગેરી.

સૌથી ખરાબ પાસપોર્ટવાળા દેશોઃ

 1. ઉત્તર કોરિયા
 2. લિબિયા, નેપાળ
 3. પેલેસ્ટાઈન શાસિત પ્રદેશો
 4. સોમાલિયા, યમન
 5. પાકિસ્તાન
 6. સિરીયા
 7. ઈરાક
 8. અફઘાનિસ્તાન
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]