ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવ પર બુધવારે મતદાન

વોશિંગ્ટનઃ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સંસદસભ્યોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ રજૂ કરતાં ગયા સપ્તાહે કેપિટલ બિલ્ડિંગ (અમેરિકી સંસદ)માં ટેકદારોને હિંસા ભડકાવવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડેમોક્રેટસનું કહેવું છે કે સંસદ બુધવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ઇમ્પિચમેન્ટ પર મતદાન કરશે. ડેમોક્રેટના સભ્યએ પત્ર લખીને ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સને ટ્રમ્પને પદ પરથી દૂર કરવા માટે 25મા સંશોધન હેઠળ પાવરનો ઉપયોગ કરીને ઠરાવ પસાર કરવાની વાત કહી હતી, પણ આ પેન્સ આ ઠરાવ પસાર કરે એવી સંભાવના નથી. જોકે સંસદ ટ્રમ્પના ઇમ્પિચમેન્ટ પર વિચાર કરશે.

ટ્રમ્પ પર ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરવા માટે સંસદના ડેમોક્રેટસ સભ્યોએ રિપબ્લિકન રાષ્ટ્રપ્રમુખની સામે પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસ્તાવ સંસદસભ્ય જેમી રસ્કિન, ડેવિડ સિસિલિન અને ટેડ લ્યુ લઈને આવ્યા હતા અને એનું સમર્થન અમેરિકી પ્રતિનિધિ સભાના 211 સભ્યોએ કર્યું હતું.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા તેજ થવાની સાથે ટ્રમ્પ પર તેમના કાર્યકાળના પહેલાં પદ છોડવાનું દબાણ વધી ગયું છે. કેલિફોર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે યુએસ કેપિટોલમાં ટ્રમ્પના ટેકેદારોના હંગામા અને હિંસાની તુલના નાઝીઓની સાથે કરી હતી અને ટ્રમ્પને એક નિષ્ફળ નેતા બનાવ્યા હતા. જે ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી ખરાબ રાષ્ટ્રપ્રમુખ તરીકે ઓળખાશે. રિપબ્લિકન નેતાએ રવિવારે સોશિયલ મિડિયા પર એક વિડિયો જારી કરતાં કહ્યું હતું કે બુધવારે અમેરિકામાં જે કંઈ થયું, એન નાઝીઓના ‘નાઇટ ઓફ બ્રોકન ગ્લાસ’ની યાદ અપાવી હતી.