1971ના નરસંહાર માટે માફી માગે પાકિસ્તાનઃ વર્લ્ડ મુહાજિર કોંગ્રેસ

વોશિંગ્ટનઃ વર્લ્ડ મુહાજિર કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે કે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે બાંગ્લાદેશ પાસે માફી માગવી જોઈએ. અહીંના પાકિસ્તાની દૂતાવાસને સોંપવામાં આવેલા મેમોરેન્ડમમાં WMC દ્વારા માગણી કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં ફસાયેલા પાકિસ્તાનીઓને માનસન્માન સાથે પાકિસ્તાન મોકલવામાં આવે. 16 ડીસેમ્બરના રોજ બાંગ્લાદેશના ઉયને 45 વર્ષ પૂરા થાય છે અને આ અવસર પર આ મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ સમૂહે 1971ના ગૃહયુદ્ધ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પાકિસ્તાની સેના દ્વારા આચરવામાં આવેલી બર્બરતાની કડક નિંદા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે એ વાત દુઃખદ છે કે આજ સુધી પાકિસ્તાનમાં કોઈપણ સરકાર અથવા સંસ્થાને પૂર્વી પાકિસ્તાનમાં થયેલા ઘટનાક્રમની જવાબદારી ન લીધી અથવા તો કારણોનો સ્વીકાર ન કર્યો તો આ સાથે જ 1971માં મળેલી શરમનાક હારની જવાબદારી પણ નથી લીધી, કે જેમાં પાકિસ્તાને પોતાના અડધોઅડધ ક્ષેત્ર જેટલી જગ્યા અને મોટી સંખ્યામાં પોતાના દેશની વસ્તી ખોઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]