નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં તેજીથી પોતાનો પગ પેસારો કરી રહ્યો છે ત્યારે આવામાં સંક્રમણને રોકવા માટે કેટલાય દેશ, અલગ-અલગ પદ્ધતીઓ અપનાવી રહ્યા છે. મોટાભાગના દેશોમાં લોકડાઉન કરીને કોરોનાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસે લોકડાઉન કરનારા દેશોને ચેતવ્યા છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ભગાડવા માટે લોકડાઉન પર્યાપ્ત ઉપાય નથી.
ગેબ્રિયેસસે જણાવ્યું કે, કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે ઘણા દેશોએ લોકડાઉનનો ઉપાય અપનાવ્યો છે. પરંતુ આ ઉપાય આ મહામારીને ખતમ નહી કરે. અમે તમામ દેશોનો આ સમયનો ઉપયોગ કરીને કોરોના વાયરસ પર હુમલો કરવાનું આહ્વાન કરીએ છીએ.
તેમણે કહ્યું કે, લોકોને ઘરમાં રહેવા માટે કહેવું અને તેમના આવન-જાવન પર પ્રતિબંધ કરી દેવાથી સમય પ્રાપ્ત નહી થાય જેનાથી હેલ્થ સિસ્ટમ પર દબાણ ઘટશે. પરંતુ આપ આનાથી આ મહામારીને ખતમ નહી કરી શકો.
ગેબ્રિયેસસે કહ્યું કે, અમે એ દેશોને કહેવા માંગીએ છીએ કે, જેમણે લોકડાઉન અપનાવ્યું છે. તેઓ આ વાયરસ પર હુમલો કરવા માટે આ સમયનો ઉપયોગ કરે. તમે આ તકની બીજી વિન્ડો બનાવી છે પરંતુ સવાલ એ છે કે તમે આનો ઉપયોગ કેવી રીતે કરશો?