નવી દિલ્હીઃ કોરોનાએ વૈશ્વિક રોગચાળાનું રૂપ લીધા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અમેરિકા સહિત અન્ય દેશોની તીખી આલોચનામાં ઘેરાઈ ગઈ છે. WHO પર આરોપ છે કે ચીનની વાતોમાં ફસાઈને વિશ્વને કોરોના સંકટને સમયસર ચેતવ્યા નહીં. આ કારણે WHOની સામે વિશ્વના કેટલાય દેશો નારાજ થયા છે. આને લીધે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને અપાતી કરોડો ડોલરની વાર્ષિક આર્થિક મદદ અટકાવવાની જાહેરાત કરી છે. તેમનો આરોપ છે કે કોરોના સામેના જંગમાં સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાએ ભારે બેદરકારી દાખવી છે. એની સાથે WHO પર ચીનનો પક્ષપાત કરવાનો અને વગર તપાસ્યે એના ડેટા પર વિશ્વાસ કરી લેવાનો આરોપ લાગેલો છે.
WHOએ પ્રારંભમાં આને 2019-N કોરોનાનું નામ આપ્યું અને ચીનની પ્રશંસા કરી
31 ડિસેમ્બરઃ ચીને WHOને વુહાનમાં ક્લસ્ટર અસામાન્ય ન્યુમોનિયાના કેસ થવાનો પહેલો અહેવાલ આપ્યો. 4 જાન્યુઆરી, 2020: WHOએ ટ્વીટ કરીને વુહાનમાં ક્લસ્ટર (જૂથ) અસામાન્ય ન્યુમોનિયાની માહિતી આપી, જેમાં કોઈ પણ વ્યક્તિના મોતનો ઉલ્લેખ નહીં હતો. વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનું પ્રમાણ નહીં. 5 જાન્યુઆરીઃ WHOએ અજાણ્યાં કારણોવાળા ન્યુમોનિયા પછા પહેલી માર્ગદર્શિકા એ કહીને બહાર પાડી કે કુલ 44 રોગી છે, જેમાં 11 જણની હાલત ગંભીર છે. આ બીમારીનાં મુખ્ય લક્ષણ તરીકે તાવ અને કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ બતાવવામાં આવ્યાં. એ પણ જણાવ્યું કે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનું કોઈ પ્રમાણ નહીં. સાત જાન્યુઆરીઃ ચીને નોવલ કોરોના વાઇરસને ન્યુમોનિયા તરીકે ઓળખ્યો. WHOએ પ્રારંભમાં આને 2019-N કોરોનાનું નામ આપ્યું અને ચીનની પ્રશંસા કરી. નવ જાન્યુઆરીઃ WHO ફરી જણાવ્યું કે આ વાઇરસ લોકોમાં સરળતાથી પ્રસારિત નથી થતો.એણે ચીન પર ટ્રાવેલ અથવા ટ્રેડ પર પ્રતિબંધ મૂકવાની સામે સલાહ આપી. 13 જાન્યુઆરીઃ WHOએ કહ્યું હતું કે થાઇલેન્ડમાં પણ મામલો સામે આવ્યા પછી પણ એ ઇમર્જન્સી સમતિની બેઠક બોલાવી શકે છે. સંક્રમણના પ્રકાર પર વલણ બદલ્યું. 14 જાન્યુઆરીઃ WHOએ ફરી ટ્વીટ કરીને કહ્યું કે ચીનમાં વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનિં કોઈ સ્પષ્ટ પ્રમાણ નહીં., પણ પછી સ્પષ્ટીકરણ કકર્યું કે પારિવારિક સભ્યો દ્વારા સીમિત સંક્રમણ થઈ શકે છે. 20-21 જાન્યુઆરીઃ WHOએ વુહાનમાં ફીલ્ડ વિઝિટ માટે ટીમને ઉતારી. 21 જાન્યુઆરીઃ અમેરિકાના વોશિંગ્ટનમાં પહેલો કોરોના સંક્રમિતનો કેસ સામે આવ્યો. સંક્રમિક વ્યક્તિ ક સપ્તાહ પહેલાં ચીનથી આવી હતી. WHO મોટી મેદની (સમારોહ)થી બચવાની સલાહ આપી. 22 જાન્યુઆરીઃ WHOની ટીમે વુહાનને અહેવાલ મોકલ્યો, જેમાં કહ્યું કે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણ થઈ રહ્યું છે. અહેવાલમાં 16 મેડિકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ. ટીમના લોકોએ મોટા કાર્યક્રમો, સંક્રમિત લોકોને આઇસોલેશન તથા હાથ ધોવાનો સારો ઉપાય સૂચવ્યો. WHOની સૌપ્રથમ વાર ઇમર્જન્સી સમિતિની બેઠક થઈ. WHOના ડિરેક્ટર ડો. ટેડ્રોસ આધાનામ ગેબરિયાસિસે ચીનના સ્વાસ્થ્યપ્રધાનથી વાત કરીને સઘન પ્રયાસોની પ્રશંસા કરી. WHOના પ્રમુખ પણ ચીનની બાજુ લેતા રહ્યા. 23 જાન્યુઆરીઃ WHOની ઇમર્જન્સી સમિતિના મતભેદ સામે આવ્યા. WHOના ડો. ટેડ્રોસએ કહ્યું હતું કે આ વાઇરસને આંતરરાષ્ટ્રીય ચિંતાવાળી હેલ્થ ઇમર્જન્સી ઘોષિત નહીં કરવાનો નિર્ણય લીધો છે. વુહાનમાં એ દિવસે જાહેર થયેલા લોકડાઉનનો હવાલો આપીને એને બિનપ્રભાવિત અને અકાલ્પનિક ગણાવ્યો હતો. તેમણે આ વાઇરસથી નિપટવા માટે ફરી ચીનના સહયોગ અને પારદર્શિતાની પણ સરાહના કરી હતી. આ સમયે વિશ્વભરમાં 584 કેસો અને 17 મોત નોંધાઈ ચૂક્યાં હતા. તેમણે એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધા કરવાની ભલામણ અને ટ્રાવેલ પર પ્રતિબંધ મૂકવાની સલાહને અવગણી હતી. 28-29 જાન્યુઆરીઃ ડો. ટેડ્રોસ તથા WHOના વરિષ્ઠ અધિકારીઓએ ચીનમાં રાષ્ટ્રપતિ શી જિંનપિંગ સાથે મુલાકાત કરી હતી. 29 જાન્યુઆરીએ ફરી ચીનની પ્રશંસા કરી હતી. 30 જાન્યુઆરીઃ WHO ઇમરજન્સી સમિતિની બેઠક થઈ અને વૈશ્વિક આરોગ્યની ચિંતાવાળા જનસ્વાસ્થ્ય ઇમર્જન્સીની જાહેરાત કરી, પણ આ જાહેરાત જર્મની, જાપાન, વિયેતનામ તથા અમેરિકામાં વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ થયા પછી થઈ. આમ છતાં વૈશ્વિક પ્રવાસ કે વેપાર પર નિયંત્રણો મૂકવાની ભલામણ ના કરી. 31 જાન્યુઆરીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીનથી આવતા લોકોના પ્રવાસ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ રોગને કોવિડ-19 આપ્યું. 7 ફેબ્રુઆરીઃ ચીનમાં કોરોના વાઇરસનો અહેવાલ આપનાર ડો. લી વેનલિયાંગનું સંક્રમણથી મોત. ચીને પહેલા આ ડોક્ટરને ચૂપ કરી દીધા. 10 ફેબ્રુઆરીઃ ચીનની મદદ માટે WHOની ટીમ પહોંચી. WHOએ રોગને કોવિડ-19નું નામ આપ્યું 11 ફેબ્રુઆરીઃ WHOએ રોગને કોવિડ-19નું નામ આપ્યું. આનું નામ સાર્સ-કોરોના વાઇરસ-2 એટલા માટે નહીં રાખવામાં આવ્યું કેમ કે 2003માં સાર્સથી જોડવાથી અનાવશ્યક ડર પેદા થશે. 12 ફેબ્રુઆરીઃ ડો. ટેડ્રોસે કહ્યું હતું કે ચીનમાં નવા કેસોમાં સ્થિરતા આવી છે, પણ એને વધુ સતર્કતાથી લેવાની જરૂર છે. 16-24 ફેબ્રુઆરીઃ WHOના નિષ્ણાત ચીનમાં ફેલાયેલા ક્ષેત્રોનો પ્રવાસ કરીને આ રોગને નાથવા માટેના ઉપાયો જાહેર કર્યા. 17 ફેબ્રુઆરીઃ કોરોના વાઇરસના સંક્રમિતોના આંકડા રોજેરોજ જાહેર થવા લાગ્યા. વિશ્વભરના નેતાઓને આ વાઇરસને રોકવા માટે આહવાન કરવામાં આવ્યું. આ વાઇરસનાં લક્ષણોની માહિતી આપી. 28 ફેબ્રુઆરીઃWHOની ટીમે પહેલો અહેવાલ આપ્યો. મુખ્ય નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યું કે આ રોગ ચામાચીડિયાથી આવ્યો છે. જે લોકો સંક્રમિત લોકોની નજીક સંપર્કોથી ફેલાયેલો છે, ના કે હવાથી. આ રોગનાં સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી તથા થાક લાગવો સામેલ છે. આ અહેવાલમાં ચીનની વધુ એક વાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઇતિહાસમાં સૌથી મહાત્વાકાંક્ષી, ચુસ્ત અને આક્રમક પ્રયાસ કરવામાં આવ્યા છે. નવ માર્ચઃ આ વાઇરસનો પ્રસાર જોતાં લોકડાઉન કરવાવાળો ઇટાલી પહેલો યુરોપિયન દેશ બન્યો છે. કોરોના રોગચાળો જાહેર. WHOએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કર્યો 11 માર્ચઃ WHOએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કર્યો. એનો એ અર્થ થયો કે વિશ્વમાં આ વાઇરસનો પ્રસરી રહ્યો છે. આ સમયે 100થી વધુ દેશોમાં સંક્રમણના કેસો સામે આવી ચૂક્યા હતા. 19 માર્ચઃ ચીને કોરોના વાઇરસનો કોઈ નવો સ્થાનિકમાં કેસ ના હોવાની જાહેરાત કરી, યુવા લોકો પણ આ રોગમાંથી બાકાત નથી 20 માર્ચઃ ડો. ટેડ્રોસે ચેતવ્યા હતા કે યુવાનો પણ આ વાઇરસમાંથી બચી નહીં શકે. 25 માર્ચઃ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના વાઇરસની સારવારમાં અકસીર દવા માની. WHOએ કહ્યું કે અત્યાર સુધી આ વાઇરસની સારવાર માટે કોઈ દવાને મંજૂરી આપવામાં નથી આવી. આ જ દિવસે સંસ્થાએ બે અબજ ડોલરનું વધારાનું ફન્ડિંગનું આહવાન કર્યું. WHOએ માસ્ક પરની માર્ગદર્શિકાને અપડેટ કરી 6 એપ્રિલઃ WHOએ માસ્ક પરની માર્ગદર્શિકાને અપડેટ કરતાં કહ્યું હતું કે આ વાઇરસના ફેલાવાને રોકવામાં અસરકારક છે, જોકે આનો પ્રયોગ અન્ય ઉપાયોની સાથે થવો જોઈએ. 8 એપ્રિલઃ WHOની તીખી આલોચનાને ધ્યાનમાં રાખતાં ડો. ટેડ્રોસે વિશ્વના નેતાઓને રોગચાળા પર રાજકકારણ નહીં કરવાની અપીલ કરી.
|