જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ બુધવારે મલેરિયાની સૌપ્રથમ રસી Mosqurixને મંજૂરી આપી દીધી હતી. આ રસીથી વિશ્વમાં લાખો લોકોના જીવ બચી જશે. RTS, S/ASO01 મલેરિયા રસીની ભલામણ કેન્યા અને મલાવીમાં 2019થી ચાલી રહેલા એક મુખ્ય કાર્યક્રમની સમીક્ષા પછી કરવામાં આવી હતી. અહીં રસીના 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, જેને પહેલી વાર 1987માં ડ્રગ કંપની GSK દ્વારા બનાવવામાં આવી હતી.
WHOના ડિરેક્ટર ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે કમસે કમ ત્રણ આફ્રિકાના દેશોમાં એક સફળ પાઇલટ કાર્યક્રમ પછી RTS રસીને વ્યાપક રૂપે ઉપયોગ માટે મંજૂરી મળી છે. WHOના સલાહકાર સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને મલેરિયા ટીમે રસીને એવી સફળતા જણાવી છે, જે જીવલેણ બીમારી મલેરિયાથી લોકોના જીવ બચાવી શકે છે.
આ એક ઐતિહાસિક પળ છે. બાળકો માટે લાંબા સમયથી વિલંબિત મલેરિયા રસી બાળકોના આરોગ્ય અને મલેરિયા નિયંત્રણ માટે એક સફળતા છે. મલેરિયા આફ્રિકામાં બાળકોના બીમાર કરવાના અને મોતનું પ્રાથમિક કારણ બન્યું હતું. મલેરિયાને કારણે આફ્રિકામાં પ્રતિ વર્ષ પાંચ વર્ષથી છઓ વયના અઢી લાખથી વધુ આફ્રિકી બાળકોનાં મોત થતાં હતા. મલેરિયાની RTS, S રસીને Mosqurix નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2019માં WHOના પહેલા પાઇલટ કાર્યક્રમના પ્રારંભ પછી ઘાના, કેન્યા અને મલાવીમાં આઠ લાખથી વધુ બાળકોને રસી લગાવવામાં આવી હતી. આ રસી સબ-સહારા આફ્રિકામાં નાનાં બાળકોમાં મલેરિયા સંક્રમણના કેસોમાં આશરે 39 ટકા અને ગંભીર મલેરિયાના કેસોમાં 29 ટકા સુધી અટકાવી શકે છે.
WHOના જણાવ્યાનુસાર દર બે મિનિટમાં એક બાળકની મલેરિયાથી મોત થાય છે અને પ્રતિ વર્ષ ચાર લાખ લોકો મલેરિયાથી જીવ ગુમાવે છે. મલેરિયાની સૌથી વધુ અસર નાનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ થાય છે.