WHOનું ફન્ડિંગ રોકવાથી વિશ્વના દેશો પર શું અસર પડશે?

વોશિંગ્ટનઃ કોરોના કહેરની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને અપાતા ફંન્ડિગને અટકાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ બે-ત્રણ મહિના માટે ફન્ડિંગ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ 2019માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 400 મિલિયન ડોલરનું ફન્ડિંગ કર્યું હતું, જે સંપૂર્ણ બજેટના 15 ટકા છે, પણ અમેરિકાએ ફન્ડિંગને કેમ અટકાવ્યું? અને એ નિર્ણયલીધા પછી વિશ્વના અન્ય દેશો પર શી અસર પડશે, આવો સમજીએ…

WHOની રચના કેમ થઈ?

વર્ષ 1948માં WHOની રચના સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આરોગ્ય સંસ્થા તરીકે થઈ હતી. WHOની રચનાના મુખ્ય લક્ષ્ય વૈશ્વિક આરોગ્યને પ્રોત્સાહન આપવાનું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી WHO જેવી સંસ્થા બનાવવા પર ભાર આપવામાં આવ્યો હતો. અતિસંવેદનશીલ અથવા નબળા દેશોને સંક્રમિત બીમારીઓને ફેલાવાથી જિંદગી બચાવવાનું કામ WHOનું છે. કોલેરા, કમળો અને પ્લેગ જેવી બીમારીઓની સામે લડવા માટે WHOએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

WHOની કામગીરી

WHOની દેખરેખમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના હેઠળ વિશ્વભરના અબજો લોકોને સારા આરોગ્યની સેવાઓ આપવાની છે અને આરોગ્ય ઇમર્જન્સી માટે લોકોની ઉચિત મદદ કરવાની છે.

ટ્રમ્પના નિવેદન પછી WHO પર શી અસર?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને ફંડ નહીં આપવાની જાહેરાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કરવામાં મોડું કર્યું અને ચીનને કેન્દ્રમાં રાખ્યો.

અમેરિકા WHOના કુલ બજેટમાં 10-15 ટકા યોગદાન આપે છે. WHOએ કોરોના વાઇરસથી લડવા માટે અમેરિકા પાસેથી એક બિલિયન ડોલરની વધારાની મદદ કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ WHO પર આરોપ લગાવ્યો હતો કે વ્યક્તિથી વ્યક્તિ સંક્રમણ પર WHOએ મોડેથી એની પ્રતિક્રિયા આપી હતી અને ચીનની પારદર્શિતા પર સવાલ નહોતો ઊભો કર્યો.

2014-15માં ઈબોલા અને કોરોના કાબૂ મેળવવામાં WHOના પ્રદર્શનની તુલના?

વર્ષ 2014-15માં જ્યારે ઈબોલાએ વિશ્વમાં પ્રસરવાનું શરૂ કર્યું હતું, ત્યારે WHOના ડિરેક્ટર માર્ગરેટ ચીન હતા. ઈબોલાના સમયે ચાનને વિશ્વભરમાં આલોચનાનો શિકાર થવું પડ્યું હતું.  ઈબોલા ગિનીના એક જંગલથી શરૂ થયો હતો અને એ સિયેરા લિયોન અને લાઇબિરિયાની સરહદ લાગે છે, પણ છ મહિનામાં ઈબોલા જોતજોતામાં ગાઢ જંગલમાં ફેલાઈ ગયો છે.

અમેરિકાના કેટલાક નિષ્ણાત WHOને ભંગ કરીને નવી સંસ્થા બનાવવાનું સૂચન

WHOની મોડીથી પ્રતિક્રિયાને વિશ્વમાં ઘણી આલોચના થઈ હતી. અમેરિકાના કેટલાક નિષ્ણાતોએ WHOને ભંગ કરીને નવી સંસ્થા બનાવવાની માગ કરી છે, જોકે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ આનું સમર્થન નથી કર્યું .

અમેરિકાની જાહેરાત પથી શી અસર પડશે?

અમેરિકાના 60-90 દિવસો ફન્ડિંગ અટકાવવાનો નિર્ણય ભલે નાનો હોય, પણ જરાય ઊણો નથી. ટ્રમ્પની  જાહેરાત બાદ WHO ઓછા ફંડવાળા કાર્યક્રમોમાં સંભવિત ફંડ કાઢવા પર વિચાર કરી રહી છે. આના લીધે કોરોના સંબંધિત વેક્સિન બનાવવાના કાર્યક્રમ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.