રશિયાએ આ રાજ્ય અમેરિકાને વેચ્યું હતુંઃ આજે પારાવાર પસ્તાય છે!

નવી દિલ્હીઃ તમે દુનિયાના નકશા પર ઉત્તરી અમેરિકી મહાદ્વીપના ઉત્તર પશ્ચિમમાં સ્થિત અલાસ્કાને જરુર જોયું હશે. જે અમેરિકા દક્ષિણ અમેરિકાથી વધારે રશિયા પાસે દેખાય છે. આજે અમે આપને આ જ અલાસ્કા મામલે કંઈક અનોખી વાતો જણાવવા જઈ રહ્યા છે કે જે મામલે તમે કદાચ જ જાણતા હશો.

અલાસ્કા અમેરિકાનું 49 મુ રાજ્ય છે. આપને જાણીને નવાઈ લાગશે કે અલાસ્કા પહેલા અમેરિકાનો ભાગ નહોતું પરંતુ તે રશિયાનો ભાગ હતું,આ બર્ફીલુ અને રશિયાથી દૂર હોવાના કારણે રશિયાએ આને અમેરિકાને વેચી દીધું.

આ વાત 30 માર્ચ 1867 ની છે. ત્યારે રશિયન સામ્રાજ્યથી અલાસ્કા અમેરિકાને વેચી દેવામાં આવ્યું હતું. આના બદલે અમેરિકા પાસેથી 45 કરોડ 41 લાખ રુપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1959 માં અમેરિકાએ અલાસ્કાને પોતાનું 49 મુ રાજ્ય જાહેર કરી દીધું હતું. અમેરિકાનો કબ્જો હોવાના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાએ અલાસ્કા પર પણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પર્લ હાર્બરથી વધારે અલાસ્કામાં અમેરિકી લોકોના મોત થયા હતા.

અલાસ્કા અમેરિકાના 50 રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. અલાસ્કાના પૂર્વમાં કેનેડા, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને પશ્ચિમમાં રશિયા આવેલું છે. આ રાજ્યનું નામ અલાસ્કા રશિયન સામ્રાજ્યના સમયથી જ ઉપયોગ થતું આવી રહ્યું છે. અમેરિકાએ આને ખરીદ્યા બાદ પણ આનું નામ બદલ્યું નથી. અલાસ્કાનો અર્થ મુખ્ય ભૂમિ અથવા મહાન ભૂમિ એવો થાય છે. અલાસ્કામાં સ્થિત છે જોનઉ આઈસ ફીલ્ડને દુનિયાનો સાતમો સૌથી મોટો હિમ વિસ્તાર માનવામાં આવે છે.

આશરે 1500 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાં વાર્ષિક 100 ફૂટ જેટલી બરફવર્ષા થાય છે. વધારે ઉંચાઈ પર હોવાના કારણે ગરમીમાં પણ અહીંયા ઓછો બરફ પીગળએ છે. અલાસ્કાને વેચ્યાનો અફસોસ રશિયાને આજે પણ છે કારણ કે અલાસ્કા જો આજના સમયમાં રશિયા પાસે હોત તો તે આ જગ્યાને પોતાના પોર્ટ રુપે ઉપયોગમાં લઈ શકત. કારણ કે રશિયા પાસે કેનેડા, અમેરિકા અથવા પશ્ચિમી દેશોમાં જવા માટે કોઈ અન્ય સરળ રસ્તો નથી. જો અલાસ્કા આજે રશિયાનો ભાગ હોત તો તેને ખૂબ સરળતા રહેત.