સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ન હોય તો પણ ડેટા લીક થઈ શકે છે, વાંચો વધુ વિગતો…

તમે ફેસબુક અથવા ટ્વિટરનું તમારુ જૂનું અકાઉન્ડ ડિલીટ કરી ચૂક્યા છો અથવા આ બંન્ને વેબસાઈટ પર આપનું અકાઉન્ટ જ નથી તો પણ ડેટા લીક થવાનું સંકટ બનેલું રહે છે. આ પ્રકારનો દાવો અમેરિકાની યૂનિવર્સિટી ઓફ વરમોન્ટ અને ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ એડિલેડના શોધકર્તાઓએ કર્યો છે.

શોધ અનુસાર જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરે છે અથવા તો ક્યારેય અકાઉન્ટ જ નથી બનાવતો તો ઓનલાઈન પોસ્ટના શબ્દોથી તેમના મીત્રો વિશે જાણકારી પ્રાપ્ત કરી લેવામાં આવે છે જે 95 ટકા સાચી સાબિત થાય છે.

એક શોધકર્તા અનુસાર આ સિગરેટ પીવાની જેમ છે જો બાજુવાળો સીગરેટ પીતો હોય કે ન પીતો હોય પરંતુ તેને પ્રભાવિત તો કરે છે. શોધકર્તાઓએ 13,905 ટ્વિટર ઉપયોગકર્તાના ત્રણ કરોડથી વધારે ટ્વિટ પર શોધ કરી છે. આનાથી 9 અન્ય યૂઝર સંબંધિત પૂર્વાનુમાન મળ્યા છે અને તે 90 ટકા સાચા સાબિત થયા છે.

શોધકર્તા જેમ્સ બૈગ્રોએ જણાવ્યું કે જ્યારે ફેસબુક અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાઈનઅપ કરે છે તો ઉપયોગકર્તાને લાગે છે કે તે માત્ર પોતાની જાણકારી શેર કરી રહ્યા છે પરંતુ તે અજાણતા પોતાના દોસ્તોની જાણકારી પણ આપી દે છે. યૂનિવર્સિટી ઓફ વરમોન્ટના પૂર્વ શોધકર્તા લુઈસ મિશેલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કશું જ છુપાવી શકાતું નથી.