હનોઈઃ વિયેતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈનું એક ગંભીર બીમારી બાદ 61 વર્ષની વયે મૃત્યું થયું છે. રાષ્ટ્રપતિ ત્રાન દાઈનું આજે સવારે સૈન્ય હોસ્પિટલમાં સવારે 10 વાગ્યે અને 5 મીનિટે મૃત્યું થયું હતું. ત્યારબાદ વિયેતનામના સરકારી મીડિયા દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા હતા.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરોના તમામ પ્રયત્નો છતા પણ લાંબા સમયથી બીમાર ચાલી રહેલા રાષ્ટ્રપતિ ત્રાનને ન બચાવી શકાયા.
ક્વાંગને રાષ્ટ્રપતિ પદ પર એપ્રિલ 2016માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ પબ્લિક સિક્યોરિટી મિનિસ્ટર હતા. રાષ્ટ્રપતિની બીમારીના સમાચારો છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયામાં ફેલાયા હતા. તેઓ છેલ્લે 11 સપ્ટેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પ્રવાસ સમયે દેખાયા હતા. તે સમયે પણ તેઓ બીમાર જ હતા.