અમેરિકાના મોલમાં ગોળીબારમાં ચારનાં મોત; બંદૂકધારી ઠાર

ન્યૂયોર્કઃ અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના ગ્રીનવૂડ શહેરમાં આવેલા ગ્રીનવૂડ પાર્ક મોલના ફૂડ કોર્ટમાં ગઈ કાલે સાંજે એક બંદૂકધારીએ એની લાંબી રાઈફલમાંથી બેફામ ગોળીબાર કરતાં ત્રણ જણનાં મરણ નિપજ્યા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા એક સશસ્ત્ર રાહદારીએ એ ઘટના નજરોનજર જોઈ અને તરત જ પોતાની ગન કાઢીને એણે હુમલાખોરને ઠાર કર્યો હતો. આ ઘટના રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી.

બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં 12 વર્ષની એક છોકરી સહિત બે જણને ઈજા થઈ હતી. સતર્ક રાહદારીએ પોતાની ગનમાંથી ગોળીબાર કરીને હુમલાખોરને ઠાર કર્યો ન હોત તો કદાચ એ વધારે લોકોનો ભોગ લઈ શક્યો હતો, એવું પોલીસનું માનવું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]