કોરોના છતાં US-પ્રમુખપદ ચૂંટણીમાં વિક્રમી પ્રારંભિક મતદાન

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો હોવા છતાં આવતી ત્રીજી નવેમ્બરે થનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અમેરિકી રાજ્યોમાં પ્રારંભિક મતદાનમાં વ્યક્તિગત રીતે અને મેઇલ દ્વારા રેકોર્ડ મતદાન થયું છે. અમેરિકી ચૂંટણીના અંદાજ અનુસાર જે પ્રારંભિક મતદાનના આંકડાને ટ્રેક કરે છે, તેમાં 17,800,000થી વધુ અમેરિકનોએ મેઇલ અથવા વ્યક્તિગત રીતે મતદાન કર્યું હતું, એમ હિલ ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું હતું.

આ આંકડા 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાતાઓની કુલ સંખ્યાના લગભગ 13 ટકાના બરાબર છે. કેટલાંક સ્વિંગ (પાર્ટીતરફી) રાજ્યોમાં મતદાતાઓએ મતદાનના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

ટેક્સાસમાં 10 લાખ (એક મિલિયન)થી વધુ લોકોએ પ્રારંભિક મતદાનના પહેલા દિવસે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમ્યાન જ્યોર્જિયામાં મતદાતાઓએ 12 કલાક સુધી લાઇનોમાં ઊભા રહીને મતદાન કરવા માટે રાહ જોઈ હતી. આ સપ્તાહમાં અત્યાર સુધી રાજ્યમાં 37,9000 રહેવાસીઓએ વ્યક્તિગત રીતે મતદાન કર્યું હતું, જ્યારે પાંચ લાખે લોકોએ તેમનું મતદાન કરવા મેઇલ કર્યા હતા.

ફ્લોરિડામાં 20 લાખથી વધુ લોકોએ ઓલરેડી તેમનું મતદાન કરવા માટે મેઇલ કર્યા છે, જે 2016માં કુલ મતદાતાના મતદાનના 20 ટકાથી વધુ છે. રાજ્યમાં વ્યક્તિગત મતદાન 19 ઓક્ટોબરથી શરૂ થશે.

આ ત્રણે રાજ્ય 2016ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં આવ્યાં હતાં. હાલના એક ચૂંટણી સર્વેક્ષણ મુજબ જો બિડેન હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પની તુલનાએ રાષ્ટ્રીય સ્તરે 42 ટકાથી 54 ટકા આગળ ચાલી રહ્યા છે.