હવે યુએનના વડા ય સીએએ મુદ્દામાં કૂદ્યાઃ ભારતનો રોકડો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેસે જમ્મૂ-કાશ્મીર બાદ હવે નાગરિકતા સંશોધન કાયદાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટના કારણે વીસ લાખ લોકોને દેશ વિહીન થવાનું સંકટ છે, આમાંથી મોટાભાગના મુસ્લિમો છે. તેમણે કહ્યું કે, મને આને લઈને ચિંતા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેસન દ્વારા જમ્મૂ-કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદન બાદ ભારતે કહ્યું હતું કે, તે ક્ષેત્ર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે તેમજ જે મુદ્દે ધ્યાન આપવાની સૌથી વધારે જરુર છે, તે છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને જબરદસ્તી કબ્જે કરવામાં આવેલા ક્ષેત્રનું સમાધાન કરવાનું. પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર પહોંચેલા ગુટરેસે જમ્મૂ-કાશ્મીરને લઈને બંન્ને દેશો વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની ભૂમિકા નથી.

રવીશનું આ નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુટરેસના એ નિવેદન બાદ સામે આવ્યું હતું કે, જેમાં તેમણે જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના પ્રવાસ પર આવેલા ગુટરેસે કહ્યું હતું કે, જો બંન્ને દેશ સહમત હોય તો તે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.