બ્રિટનમાં આવતા-અઠવાડિયે અસહ્ય ગરમીની ‘રેડ એલર્ટ’ ચેતવણી

લંડનઃ બ્રિટનના હવામાન વિભાગે રેડ વોર્નિંગ ઈસ્યૂ કરી છે જેમાં જણાવાયું છે કે આવતા અઠવાડિયે – સોમવાર અને મંગળવારે દેશમાં અતિશય ગરમી પડશે. રેડ વોર્નિંગ અત્યાર સુધીનું સૌથી ઊંચા લેવલનું એલર્ટ છે.

આ એલર્ટ દેશના ઈતિહાસમાં પહેલી જ વાર ઈસ્યૂ કરાયું છે. તે ‘એમ્બર’ વોર્નિંગનું એક અપગ્રેડ છે. આવતા મંગળવારના અંત સુધી આ એલર્ટ યથાવત્ રહેશે. ચેતવણીમાં જણાવાયું છે કે આવતા સોમવાર અને મંગળવારે અસાધારણ, કદાચ વિક્રમસર્જક ગરમી પડવાનો સંભવ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 2019ના જુલાઈમાં કેમ્બ્રિજ બોટેનિક ગાર્ડનમાં નોંધાયું હતું.